SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ આત્મ-બલિદાન પણ નામદાર, આપણા દેશમાં પાગલખાનું તો છે નહિ; માત્ર ગંધકની ખાણો છે. તે પછી કેદીને ત્યાં મોકલી આપવો જોઈએ.” થોભો.” બિશપ બોલ્યા, અને પાછા તેમણે કેદી તરફ ફરીને પૂછયું. “જો આ અદાલત તને જહાજ ઉપર ચડાવી આઇસલૅન્ડની બહાર મોકલી આપે, તો પછી તું અહીં કદી પાછો ન ફરવાની બાંહેધરી આપે છે?” : “ના”. જેસને જવાબ આપી દીધો. આ તે હદ થાય છે.” સરકારી વકીલ બોલી ઊઠ્યો; “તમે કોઈ હડકાયા કૂતરાને પકડે, તે તરત તેને ખતમ જ કરી દેવો જોઈએ.” “ખરી વાત છે”, “ખરી વાત છે” – એમ કેટલાય લોકો પોકારી ઊઠયા; અને આખી અદાલતમાં ઉશ્કેરણી ફેલાઈ રહી. બુટ્ટા બિશપે હવે નિરાંતનો શ્વાસ મૂક્યો. તે માઇકેલ સન-લૉક્સને બહુ ચાહતા હતા, અને તેની સહીસલામતી માટે બહુ આતુર હતા. ગ્રીબા ઉપર પણ તેમને દયા આવતી હતી અને તેને કારણે પણ તેના પતિને કશી આંચ ન આવે એમ તેઓ ઇચ્છતા હતા. પરંતુ જેસનને જ્યારથી તેમણે જોયો ત્યારથી તેમને જેસનનો પાછલો કડવો ઇતિહાસ યાદ આવ્યો હતો અને તેમણે કેવળ દયાની લાગણીથી તેને કપરી સજામાંથી બચાવી લેવા બનતી કોશિશ કરી હતી. પણ જેસન જ જક્કીપણે તેમની બધી કોશિશને વિફળ કરતે ગયો, એટલે તેમણે હવ કાયદાને તેનો માર્ગ લેવા દીધો. જેસનને બાર મહિના સુધી ગંધકની ખાણમાં મજૂરી કરવા મોક્લી આપવાની અને ત્યાર બાદ પણ તે જ્યાં સુધી પ્રેસિડન્ટ પ્રત્યેને વેરભાવ ભૂલી, તેમના પ્રત્યે મિત્રભાવ દાખવવાની પ્રતિજ્ઞા ન લે, ત્યાં સુધી તેને ત્યાં જ રાખવાની સજા ફરમાવવામાં આવી.
SR No.006004
Book TitleAatmbalidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherVishva Sahitya Academy
Publication Year1998
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy