________________
આદમની વિદાય
૧૪૫ મિસિસ ફેરબ્રધર બેલી ઊઠી, “જા, જા, પતાકડી, તું શા વતીના આવા મોટા બેલ બોલે છે, વળી? લંડનમાં રહીને આવડી લડધા જેવી થઈ, તોય તને કશુંય કામ કરતાં ક્યાં આવડે છે, તે?”
આદમે હવે કહ્યું, “તમે બધાં એમ માનતાં લાગો છો કે, હું મારે પોતાને માટે આશરો માગું છું. ના, ના, હું તો આ છોકરી માટે આશરો માગવા આવ્યો છું. મારો તમારી પાસે કશું માગવાનો હક ભલે નહિ હોય, પણ ગ્રીબાનો તો છે. કારણકે, તે તમારામાંની જ એક છે, અને પોતાના ભાગની હકદાર છે. તે હવે પોતાના બાપની પાસે રહી શકે તેમ નથી, કારણકે, તેના બાપને પોતાને હવે ઘર નથી. પણ તેને તો આ ઘરમાં હક છે જ, અને હું તેને અહીં મૂકીને જ જવાનો છું.”
એટલા બધા ફાસ્ટ ન જતા, મહેરબાન,” જૉન બોલી ઊઠ્યો; અમે બધા જ્યારે અમારો વારસાહક પામીએ, ત્યારે તે પણ પામશે; અત્યારે તો તે પણ તેના ભાઈઓની પેઠે કામ કરે અને રોટલો ખાય, એ સિવાય બીજા કશા ઉપર તેનો હક નથી.”
કામ કરે, હરામખોર?” આદમ ત્રાડી ઊઠ્યો; “તે તો બહેન છે – દીકરી છે—”
“સ્ત્રી કે પુરુષ, તેથી શો ફેર પડે છે, વારુ?” જોને જવાબ આપ્યો, અને પોતાની આંગળીઓના ટચાકા ફોડ્યા.
“શે ફેર પડે છે? ફેર બાપ પ્રત્યેની મમતા અને ફરજની બાબતમાં પડે છે, તે જોતો નથી?”
“ તમે એટલા બધા બુટ્ટા છો કે તમારી સાથે મારે તકરાર કરવી નથી; હું તમને જતા કરું છું.” જેન્ટલમેન જૉન બોલ્યો.
તું મને જતો કરે છે, એમ? પણ મારે ધીરજ રાખવી જોઈએ. જે દિવસે મેં મારી પત્નીને પહેલવારકી જોઈ, તે દિવસને તો મેં