________________
૭૨
આત્મ-બલિદાન દીધો? ઉપરાંત, તેનાં કરતૂકો પણ કેવાં કેવાં સંભળાય છે! એવા બાપ પ્રત્યે મારે કશી ફરજ હોઈ શકે નહિ.'
આદમ પણ માઇકેલથી છૂટું પડવાનું આવ્યું હોવાથી આંખો ભરાઈ આવતાં આડું જોઈ રહ્યો હતો, તે હવે માઇકેલે જવાની નામરજી દેખાડવાથી રાજી થયો; પણ તેને સમજાવતો હોય તેમ બેલ્યો, “બેટા, એ તારો બાપ છે; તારો સગો બાપ !”
આદમને એ એ વાક્ય ઘણી વાર સાંભળીને માઇકલને મનમાં થઈ આવ્યું કે, કદાચ આદમ પણ ઘરકંકાસથી થાકી, પોતે ત્યાંથી ચાલ્યો જાય એમ જ ઇચ્છતા હશે. એ વિચાર આવતાં તેનું માં પડી ગયું; અને તે આદમને પગે પડીને કરગરવા જતો હતો કે, પિતાને તે ક્યાંય મોકલી ન દે. પણ એટલામાં તેને વિચાર આવ્યો કે, “આજે સવારે જ મેં અહીંથી ચાલ્યા જવાનું નક્કી કર્યું હતું. તો પછી કોઈને કશી ગેરસમજ ન થાય એવી આ તક સામી આવી છે તે શી ખોટી છે? માત્ર ઝીબા આવી એટલે જ હવે હું અહીં રહેવા ઇચ્છું છું, એ કેવું?’
અને સાથે સાથે તેને બીજો કડવો વિચાર એ પણ આવ્યો કે, * હવે ઝીબા આવી એટલે ગવર્નરને મારી સેબતની જરૂર પણ નહિ રહી હોય; એટલે જ તે હવે હું જાઉં એમ ઇચ્છે છે.’
આ વિચાર આવતાં જ તેને એક પ્રકારનું ખોટું લાગ્યા જેવું થઈ આવ્યું, અને અંતરમાંથી ગુસ્સાની આગ ભભૂકી ઊઠતાં તરત જ તે લાલ લાલ થઈ જઈને બોલ્યો, “ઠીક, ઠીક, તમે ઇચ્છો છો એટલે હું ચાલ્યો જઈશ, બસ !”
આદમ માઈકેલના મનમાં ચાલતો આ બધા વિચાર-સંઘર્ષ સમજી ગયો. તેના પોતાના મનમાં પણ ઓછો સંઘર્ષ ચાલતો ન હતો – એક બાજુ માઇલને ન મોકલવાનો વિચાર; અને બીજી બાજુ તેના બાપની