________________
પિતાનું ઋણ
ટિફન ઓરીએ પોતે કહેવાની વાત ટૂંકમાં કહી દીધી હતી : તેનો દીકરો હવે રેફજાવિકની લૅટિન સ્કૂલમાં જોડાય અને બુટ્ટા બિશપ જૉન પાસે ભણે, એવી તેની ઇચ્છા હતી. બિશપ જૉન પ્રત્યે નાનપણથી તેના પોતાના મનમાં આદરભાવ હતો; એટલું જ નહિ, આખા આઇસલૅન્ડના લોકો જ તેમના પ્રત્યે પૂજ્યભાવ દાખવતા હતા. પોતાના દીકરાને એટલું ભણાવવા જોગ પૈસા પણ તેની પાસે ભેગા થયા હતા. રેફાવિક જવા નીકળેલું, બેલફાસ્ટનું એક આઇરિશ જહાજ રેમ્સ બંદરે પછીને શનિવારે લાંગરવાનું હતું. એમાં તેનો દીકરો આઇસલૅન્ડ જવા ઊપડી જાય એમ તે ઇચ્છતો હતો. ઊપડતા પહેલાં તે એક વાર પૉર્ટી-વૂલમાં આવેલા પોતાના નાનકડા ઘરમાં એકાદ વખત આવી જાય તો સારું, જેથી તે એને કંઈક અગત્યની વાત કરવી છે તે કરી લઈ શકે, એવી તેની આજીજી હતી.
આટલું આદમને કહી દઈ, તે પિતાનો ટેપ હાથમાં લઈ, બહાર કયારે નીકળી ગયો, તેની કોઈને ખબર પણ ન પડી.
માઇકેલ સન-લૉસે તરત જ આદમ સમક્ષ મોટેથી જણાવી દીધું કે, “ગમે તે થાય, હું ત્યાં જવાનો નથી! એ અત્યારે મારો બાપ થતો આવે છે, તે અત્યાર સુધી ક્યાં હતો? અત્યાર સુધી તેણે કેમ મારી કશી કાળજી રાખી નહિ, અને બીજાને ઘેર ઊછરવા મૂકી
૭૧