________________
૧૦૬
આત્મ-બલિદાન એકલા કશું વિશેષ ખાવાની ના પાડી; પણ ગ્રીબાને રાજી કરવા માટે તે એક ઈંડું કોટલા સાથે આખું ને આખું ચાવી ગયો. ગ્રીબાએ તે જોઈ જરા કમકમાં આવ્યાનો દેખાવ કર્યો, પણ પછી રણકતું હાસ્ય હસીને તે બેલી ઊઠી, “તમને દરિયાકિનારે પહેલવહેલા જોયા ત્યારથી જ હું સમજી ગઈ હતી કે તમે ખરેખર જંગલી માણસ છે; અને હવે તો મને તમારી બીક લાગવા માંડી છે!”
બંને જણ હવે સાથે હસી પડ્યાં, ગ્રીબા મર્માળી રીતે, અને જેસન જરા શરમિંદો બનીને. ગ્રીબાએ હવે ચમકતી આંખો સાથે તેને કહ્યું, “તમે હું ઓળખું છું એવા એક જણ જેવા જ બરાબર છો.”
જેસને પૂછ્યું, “એ કોણ છે?”
ગ્રીબાએ જરા સાવચેતીપૂર્વક તથા લજ્જાપૂર્વક મંદ હસીને જવાબ આપ્યો, “આજે રાતે જ એ આ ટાપુ છોડીને ચાલ્યા ગયા છે.”
બંને જણ હવે રસોડામાં બધા જમવા બેઠા હતા ત્યાં પહોંચી ગયાં.
એ બેને સાથે દાખલ થતાં જોઈ, ખલાસીઓ એમની મજાક કરવા તરફ વળ્યા. બુઢ્ઢો ડેવી બોલી ઊઠયો, “દીકરા, આજે તને કિનારા ઉપર જે ચુંબન વણમાગ્યું મળ્યું છે, એવું ભાગ્યે કોઈ ખારા-ખલૂટ ખલાસીડાને મળ્યું હશે.”
ગ્રીબા તરત શરમાઈ જઈને પોતાની શરમ છુપાવવા જલદી કમરામાંથી બહાનું કાઢીને બહાર ચાલી ગઈ. જૅસન માં નીચું કરી પિતાની બેઠકે બેસી રહ્યો. કેટલાંય વર્ષો પૂર્વે ચાર નૌકાસૈન્યનાં માણસેએ પીછો કર્યો હતો ત્યારે ભાગી આવેલો સ્ટિફન તે જ જગાએ બેઠો હતો.
ડેવીએ હવે પોતાની મશ્કરી વધારે પડતી ચોટી ગઈ એમ માની વારણું વાળતાં કહ્યું, “બેટા જેસન, મૅન-ટાપુ ઉપર પગ મૂકતાં
સાસર