________________
સ્ટિફનને અંત ત તેં આ ટાપુના એક વતનીની જિંદગી બચાવી છે, એટલે આ ટાપુવાસીઓ તરફથી તારો જેટલો હાર્દિક સત્કાર થાય એટલે છે.”
ઍશર ફેબ્રધરે તરત જેસનના માનમાં એક પ્યાલો પીવાને સૌને આગ્રહ કર્યો.
- ગ્રીબા હવે પોતાની શરમ બરાબર દબાવી, સ્વસ્થ થઈને રસોડામાં ફરી પાછી આવી તે વખતે આ બધાના હસવા-બોલવાના અવાજથી જાગી ઊઠેલી મિસિસ ફેરબ્રધર પણ આ બધા શોરબકોરનું કારણ જાણવા ત્યાં આવી પહોંચી.
પણ તે જ વખતે બુઢો ચેલ્સ એ-કીલી બહારથી ફિકે મોંએ ઉમરા આગળ દોડતો આવીને બોલ્યો, “પેલો માણસ મરવાની તૈયારીમાં છે. તે પહેલાં તે પોતાને બચાવી લાવનાર જુવાનને મળવા માગે છે. તે જુવાન મારી સાથે ચાલ્યો આવે.”
જેસન તરત ખડો થઈ ગયો. ગ્રીબા પણ સાથે જ જવા શાલ વીંટીને નીકળી.
ચેલ્સ તે ઉતાવળો આગળ જતો હતો. સને ગ્રીબાને પૂછયું, મરણ-પથારીએ પડેલા એ માણસને તમે ઓળખો છો? તે કોણ છે?”
“ના,” ગ્રીબાએ કહ્યું, પણ ચેલ્સની પાસે દોડી જઈ તેણે કંઈ પૂછપરછ કરી લીધી અને પછી જેસન પાસે આવીને કહ્યું, “એ બિચારાને અહીં કોઈ કશી ગણતરીમાં લેવા જેવો ગણતું નથી.”
“પણ એ છે કોણ?” જેસને પૂછયું.
“દાણચોર છે, અને તેથીય વધુ ખરાબ કદાચ હશે. તેની પત્ની ઘણાં વરસોથી મરી ગઈ છે, અને ત્યારથી તે સૌથી તેજાયેલો એકલો રહે છે. બીજા તો ઠીક, તેના પુત્રે પણ તેને તજી દીધેલ છે. આજે રાતે જ તેનો પુત્ર આઇસલેન્ડ જવા ઊપડી ગયો છે.”