________________
૭પ
પિતાનું ઋણ કેમ, મારી આગળ કબુલાત કરવા કરતાં કોઈ અજાણ્યા આગળ કબૂલાત કરવી તેને વધુ પસંદ આવે, એમ?”
તમારી આગળ કબૂલાત કરું? હાય, તમે તો નાના છોકરડા છો!”
પણ ઝીબા, મારે જો તારી આગળ કબૂલાત કરવાની હોય, તો મને જરાય વાંધો ન નડે.”
“પણ મહેરબાન, તમારે શી શી કબૂલાતો કરવાની છે, વળી?” “તું નીચે આવે તો કહું, ખરશે.”
“ના, તમારે જે કહેવાનું હોય તે અહીં હું જ્યાં છું ત્યાં જ મને સંભળાવી દો.”
“તો ગ્રીબા – ગ્રીબા —” “ચાલે, શરૂ કરી દો.” “ઝીબા, તું મને –” “અરે થોભો, થે, જુઓ પાછળ કોઈ સાંભળે છે.”
માઇકેલ પાછળ જોવા વળ્યો તેટલામાં તો ગ્રીબાએ અંદર પેસી જઈ બારી બંધ કરી દીધી. માઇકેલે જોયું તો એક વાછરડું જ પાછળ ઊભું હતું.
બીજે દિવસે સોમવાર હતો, અને ઘણે વરસે ઇંગ્લેન્ડથી પાછી આવેલી ગ્રીબાને પોતાની મા અને ભાઈઓને મળવા લેંગૂ જવાનું હતું. ત્યાં તે બીજા સોમવાર સુધી રહે એમ નક્કી થયું, જેથી પછીને દિવસે માઇકેલ સન-લૉકસ આઇસલૅન્ડ જવા ઊપડી જાય ત્યારે તે તેને વિદાય આપવા હાજર રહી શકે.
સન-લૉકસ ત્રણ દિવસ વધુ ગવર્નમેન્ટ-હાઉસમાં રહ્યો. પછી પોતાના મિત્ર ભારવૈયાને પોતાની ટૂક લઈ જવાનું અગાઉથી સોંપીને – અને તે મિત્ર બીજા કોઈને એ કામ કરવા દે પણ નહિ – પોતે તૈયાર થઈ શુક્રવારે સવારે પૉર્ટી-વૂલી જવા નીકળ્યો. ગવર્નર થોડી જ વારમાં તેની સાથે થોડે સુધી જવા જોડાયો.