________________
૭૪
આત્મ-બલિદાન
માઇકેલ વિચારમાં ને વિચારમાં મકાનની બહાર નીકળ્યો અને પશ્ચિમ તરફના રેતી-છાંટયા માર્ગ ઉપર આમથી તેમ આંટા મારવા લાગ્યો. એટલામાં મકાનની બારીમાંથી ગ્રીવાનો અવાજ આવ્યો –
એટલે ખરેખર તમે જવાના જ એમ? વાહ, પાદરી થવાનું ભણશે એટલે કાળો જન્મે એઢી, બુઠ્ઠા ખચ્ચરની જેમ ચાલવા માંડશો, રે!”
માઇકેલે તરત જ ગ્રીબાની મજાકમાં સૂર પુરાવીને જવાબ આપ્યો, “હાસ્તો, પાદરીનું ભણી, પછી અહીં આ પરગણામાં જ આચાર્ય થઈને આવીશ, ત્યારે અહીંની મહિલાઓ ઉપર છાપ પાડવા ખંધા જ ચાલવું પડે ને!”
પણ ત્યાંની કોઈ ડોરકાસ છોકરી જોડે પરણી લેશે એટલે ત્યાં જ વસવું પડશે, જો !”
“તો તો કદાચ ત્યાં રહેવું પડે ખરું!”
“કોઈ ચશ્માં પહેરેલી કુંવારી ડોસી તમને કેવી શોભશે, – મારું તો અત્યારથી હસી હસીને પેટ ફાટી જાય છે, તો!”
એ વાતેય નાખી દેવા જેવી નથી.”
તો પાદરી લેકે આગળ નાનાં-મોટાં, સ્ત્રી-પુરુષ સૌએ કબૂલાત* કરવી પડે, ખરું?”
“ કરવી જ પડે તો; પાપમાંથી મુકિત જોઈતી હોય ને!”
“તો તો પછી ભાઈસાહેબ, ત્યાં જ રહેજો; અને અહીં આવો તો પણ આ પરગણામાં ન આવતા.”
* ખ્રિસ્તીઓમાં પોતે કરેલાં પાપની કબૂલાત ધર્મગુરુ આગળ કરી લઈ, પ્રભુની મા મેળવવાનો શિરસ્તો છે. મરણકાળે તો આ વિધિ ખાસ કરવામાં આવે છે. - સપાટ