________________
૩૩૪
આત્મ-બલિદાન મારે અબઘડી – અને અહીં જ એ વાત કહેવી છે. બધા મારી વાત સાંભળો! જે બંડખર રાજદ્રોહી આ ટાપુની હકૂમત પચાવી પડ્યો હતો, તે ખાણની કેદમાંથી ભાગી છૂટયો છે.”
ભાગી છૂટયા! માઇકેલ સન-લૉકસ!” જુદા પ્રકારના ભારે ઉશ્કેરાટવાળા એ શબ્દો લોકોના ટોળામાંથી નીકળ્યા.
હા, હા, માઇકેલ સન-લોકસ ભાગી છૂટયો છે. તે ફરી પિતાની બદમાશી અને કાવાદાવા પાછા શરૂ કરશે, માટે આઇસલૅન્ડના લોકો, તમને ડેન્માર્કના મહારાજાની મદદે દોડી આવવા હું હાકલ કરું છું; - એ રાજદ્રોહીને ફરી પકડવો જ રહ્યો. માટે તમે બધા પ્રથમ તે કામમાં મદદ કરવા સાબદા થઈ જાઓ!”
તમારી પાસે તમારા અંગરક્ષકો ઘણા છે; મદદ માટે અમારી પાસે દોડી આવવાની તમારે શી જરૂર?” નીચેથી એક અવાજ આવ્યો.
તમારી પાસે દોડી આવવાની જરૂર એટલા માટે છે કે, મારા રક્ષકો રેકજાવિકનું રક્ષણ કરવાના કામે રોકાયેલા છે; ઉપરાંત તમારો
ટાપુ એવો ખાડામૈયાવાળો છે કે તેઓ તેને સો સો વર્ષ લગી ફિદ્યા કરે, તોપણ પેલો ગુનેગાર તેમને હાથ ન આવે.”
“ભગવાન એમ જ કરે તો સારું!” નીચેથી બીજો અવાજ આવ્યો.
જૉર્ગનનો અવાજ હવે ગુસ્સાથી તરડાવા લાગ્યો –
“પણ તમે લોકો જો એ કામે લાગો, તો એને છુપાવાની કોઈ જગાથી તમે અણજાણ નથી. માટે ન્યાયાધીશ મહાશય, હું તમને આથિગની આ બેઠક મુલતવી રાખવા વિનંતી કરું છું, જેથી આ સૌ લોકો પેલા રાજદ્રોહીને શોધી કાઢવાના કામે દોડી જઈ શકે.”
સૌ લોકોમાં એ વાતથી ઉશ્કેરાટભર્યો ગણગણાટ વ્યાપી રહ્યો. છેવટે ન્યાયાધીશ બોલ્યો, “મને આપનું કહેવું સમજાયું નહિ, નામદાર.”