________________
આત્મ-બલિદાન “બીજો કોઈ જ રસ્તો નથી, ભાઈ ! કારણ કે, શ્રીબા કોડી વગરની છે; અને કંગાળને કશી પસંદગી કરવાની હોય નહિ.”
પણ એક જણ છે, જેને મન ને પૂરેપૂરાં તવંગર છે. તે પોતે ભલે કંગાળ છે; પણ તે પિતાના લોહીનું આખરી ટીપું પણ તેમને માટે આપવા તૈયાર છે. તે અત્યાર સુધી ચૂપ રહ્યો હતો, પણ હવે તેણે પિતાના મનની વાત એક વખત મોંએ લાવી દેવી જ જોઈએ. હું અત્યાર સુધી રખડેલ ભામટાની જિંદગી જીવતો આવ્યો છું – કારણકે, મારે બીજા કોઈની સંભાળ લેવાની ન હતી કે બીજા કોઈને પષવાનું ન હતું. પણ મને એક વખત ગ્રીબાને પડખે ઊભવાનો અધિકાર આપો, પછી હું શું શું કરી શકું છું તે નજરે જોજો! પછી તેમના કોઈ ભાઈની દેન નથી કે તેમની સામે તુચ્છકારની નજરે જોઈ શકે તેમને પણ એમને ત્યાં જવાની જરૂર જ નહીં રહે.”
“બેટા, હું તને ઓળખું છું; મને તારા ઉપર પૂરો ભરે છે. જોકે, મેં બીજા કોઈને ગ્રીબા માટે નિરધારી રાખ્યો હતો, છતાં, મારું ચાલે તો હું ગ્રીબાને તારા પ્રેમ અને રક્ષણ હેઠળ મૂકીને નિરાંતે વિદાય થઈ શકે. પણ બેટા, મને હવે ગ્રીવા માટે પસંદગી કરવાનો કશે હક રહ્યો ન કહેવાય; તેમજ તે પોતે પણ હવે પસંદગી કરવા સ્વતંત્ર નથી.”
જેસન આદમના મનની વાત સમજી ગયો. તેણે આદમે કહ્યા મુજબ જ કરવાનું વચન આપ્યું.
આદમ પણ છેવટના ઊંઘતી ઝીબાના મોં ઉપર નજર નાખી લઈ વિદાય થયો.