________________
આમની વિદાય
મળે. અલબત્ત, એથી આગળની વાત તે કોશિશ કર્યા છતાં કલ્પનામાં લાવી શકયો નહિ; પણ તેણે એટલું તો નક્કી કરી લીધું કે, ગ્રીબાને પેાતાની સાથે તો ન જ લઈ જવી.
૧૫૧
ખાધાપીધા બાદ, આદમ એકલા શહેરમાં ફરવા નીકળ્યો. ધક્કા ઉપર જઈને પૂછપરછ કરતાં તેને ભાળ મળી કે, આયર્લૅન્ડથી આઇસલૅન્ડ જવા ઊપડેલું એક જહાજ અત્યારે બંદરમાં લાંગરેલું છે; અને બીજે દિવસે ભરતી આવતાં જ ઊપડવાનું છે.
તેણે તરત જ તે જહાજમાં પોતાની જગા મેળવી લીધી. છ પાઉંડ ટિકિટના થયા અને રાજના ચાર શિલિંગ ભાજન-ખર્ચના. મુસાફરીમાં પવન અનુકૂળ રહે તો એક મહિનો વીતે તેમ હતું. આદમે હિસાબ ગણી જોયા, તો રૅવિકમાં તે પગ મૂકે, ત્યારે તેની પાસે છ કે સાત પાઉંડ બાકી રહે. એ પરિસ્થિતિથી સંતોષ માની તે તરત વડા બેલિફ પાસે ટાપુ છોડીને જવા માટેનું લાઇસંસ લેવા ઊપડયો.
૩
રાતે દશ વાગ્યે જૅસન આવીને હાજર થયા. તેને આમે બધી વાત ખાનગીમાં કહી સંભળાવી : “હું આ દેશ છોડી, તારા દેશમાં ચાલ્યો જાઉં છું. મારી દીકરી, ગ્રીબા, અત્યારે ઊંઘે છે. તેને આ વાતની કશી ખબર નથી. તું મારી એક સેવા બજાવીશ ?”
“ મને અજમાવી જુઓ!” જસને કહ્યું.
66
તો તું આજની રાત રૅમ્સમાં જ રહેજે. સવારમાં ગ્રીબા ઊઠે ત્યારે તું એને ખબર કહેજે કે, હું પરદેશ ચાલ્યો જાઉં છું અને ગ્રીબાએ તેની માને ત્યાં લૉગ્યે પાછા ફરવાનું છે. હું સાથે નહિ હોઉં એટલે તેની મા અને તેના ભાઈઓ તેને કાઢી નહિ મૂકે.
""
જૅસન દરમ્યાન લૉગ્યૂ જઈ આવ્યા હતો અને બધું જાણી
બીજો કોઈ રસ્તો માકલવાનું યોગ્ય
આવ્યો હતો. તેણે ધીમેથી પૂછ્યું, “ એ સિવાય નીકળી શકે તેમ નથી? તેમને લેંગ્યું જ પાછાં માનો છો?”