________________
૨૮૬
આત્મ-બલિદાન દરેક ફટકે પેલું બિચારું ટટવું ઊભું થવા પ્રયત્ન કરતું, પણ ઊભું થઈ શકતું નહિ. તેની આંખો ફાટી ગઈ અને તેનાં નસકોરાંમાંથી ફિણના ગોટા નીકળવા લાગ્યા.
હરામખોર, આળસુના બેટા, ઊભું થાય છે કે, હમણાં જ તારો કરી નાખું છું!” આમ તકતા પેલા હાંકડુએ એ ટટવાના પડખા ઉપર, પછી તેના ચત્તા પડેલા પેટ ઉપર, તેના માથા ઉપર, તેના મોં ઉપર અને છેવટે તેની આંખે ઉપર ચાબખા ઝૂડવા માંડયા.
પણ એ બિચારા ટટવા ઉપર લાદેલી ગૂણોનો ભાર તેને ઊભું થવા દે તેમ નહોતું, અને તે બિચારું ગમે તેટલું તરફડતું હતું પણ ઊભું થવા જમીન ઉપર પગ જ ટેકવી શકતું ન હતું.
જે કેદીઓએ આ ટટવાને લાદીને વિદાય કર્યા હતાં તેઓ આ મારફાડનો અવાજ સાંભળીને કામકાજ બંધ કરી તે તરફ જોવા લાગ્યા. તેમને પેલા ટટવા કરતાં, હાંકનારનો જે રકાસ થતો હતો તેનો જ આનંદ હતો. તેઓ મોટેથી હસતા હસતા બૂમો પાડવા લાગ્યા –
જોનાસ, તારા હાથનો ટેકો તેને કર !” “અબે બુદ્ધ, તેને બગલમાં ઊંચકી લે!”
આ ઠઠ્ઠામશ્કરીથી પેલા હાંકનારનો ગુસ્સો વળી વધુ તેજ થતો ગયો અને તેણે પોતાનું બધું જોર વાપરી પિતાનો ચાબખો એ બિચારા પ્રાણી ઉપર આડેધડ વાપરવા માંડ્યો. એ ફટકાના કારમાં પડઘા આસપાસની ટેકરીઓમાં પડવા લાગ્યા. બિચારું ટટવું જીવ ઉપર આવીને ઊભું થવા ગયું, એવામાં એક ગૂણ તેની પીઠ ઉપરથી ખસીને ફસકાઈ ગઈ. એમાંનો ગંધક ટવાના પગ ઉપર પડતાં તે ફરી પાછું ગબડી પડ્યું, અને આ વખત તે એટલા ધક્કાથી પછડાઈને પડ્યું કે તેનું માથે પાસેના પથ્થર ઉપર જોરથી અફળાયું.
જોનારા કેદીઓ વધુ જોરથી હસી પડયા, અને પેલો હાંકડુ હવે નીચે ઊતરી પેલા ટટવાને મોઢા ઉપર જ લાતે લગાવવા લાગ્યો.