________________
૩૯૨
આત્મ-બલિદાન જૈસને ધીમેથી ગ્રીબાને કહ્યું, “બધી તૈયારી થઈ ચૂકી છે; પણ હું તને એક વાત પૂછવા માગું છું – સન-લૉકસ કહે છે કે તેને તેની આંખનું નૂર પાછું મળે પણ ખરું, – એ સાચી વાત છે?”
“હા, હા, હસાવિકના નેત્રૌદ્યો એમ ખાતરીબંધ કહ્યું છે.” ગ્રીબાએ જવાબ આપ્યો.
તો પછી તું કોણ છે એ વાત તેને કરીશ તો પણ વાંધો નથી - તને એ હજુ પણ ચાહે છે.”
ગ્રીબા બિચારીને એ સાંભળી, હર્ષનું ડૂસકું આવી ગયું. બબ્બે વરસની તપસ્યા બાદ પોતાને એ સદ્ભાગ્ય પ્રાપ્ત થશે એ બદલ તે ઈશ્વરને ધન્યવાદ દેવા લાગી.
જેસનને મનમાં થયું. “મારે તો આને વિચાર સરખો આવતો નથી!” એ વિચાર આવતાં તેનું હૃદય એકદમ ખિન્ન થઈ ગયું. ધીમે ધીમે તે સન-લૉકસની કોટડી તરફ પાછો ફર્યો.
પણ સન-લોકસ તો જૈસનનો જ વિચાર કર્યા કરતો હતો. તે તરત જ બોલ્યો, “ભાઈ, જેસન! વિચાર તો કર – અત્યાર સુધી તને હું મારે ખરાબમાં ખરાબ દુશ્મન ગણતો આવ્યો છું – અને તું પણ મારી હત્યા કરવા જ મારી પાછળ પાછળ આઇસલૅન્ડ આવ્યો હતો. પણ છેવટે આખી દુનિયામાં તું જ મારે માટે તારું જીવન ખતરામાં નાખવા તૈયાર થયો છે.”
“હા, જીવન વસ્તુ જ કેવો વિચિત્ર સટ્ટો છે?” જૅસન એટલે જવાબ આપી ખડખડાટ હસી પડયો.
ભગવાન આપણ પામર જનોના રાગદ્વેષના કેવા ધાગા ઉરાડી દે છે?— આપણે કેવાં કેવાં વેર-ઠેષ સેવતા હોઈએ, પણ આપણી મારફતે જ તે પોતાનું ધાર્યું પાર પાડે છે!”
બધી તૈયારી થઈ ચૂકી એટલે જેસન મીણબત્તી બુઝાવીને સન-લૉકસને કોટડી બહાર દેરી ગયો. ગ્રીબા ઓસરીમાં જ તૈયાર