________________
૩૯૩
ભગ્ન હૃદય! ઊભી હતી. નાનકો માઇકેલ તેની છાતી સરસે ઝેળીમાં નિરાંતે ઊંઘતો હતો.
જૈસને બારણું ધીમેથી ઉઘાડ્યું. બહાર નીકળ્યા પછી જેસને સન-લોકસને ધીમેથી કહ્યું, “હજુ પિ ફાટવાને બે કલાકની વાર છે. ભાઈ, તમે દેખતા હોત તો પણ આગળ એક ડગલું ભરવા જેટલી જગા ન દેખાય તેવું અંધારું છે. માટે તમારા હાથ આ ભલી બાઈના હાથમાં મૂકો, અને ગમે તે થાય પણ કદી એ હાથ હવે છોડતા
નહીં. ”
અને તેણે બંનેના હાથ જોડી આપ્યા.
“આ ભલી બાઈને મારે જ્યાં જવાનું છે તે સ્થળની ખબર છે ને?” સન-લોકસે પૂછપરછ કરી.
તમારે વૈને જ્યાં જવાનું છે તે રસ્તાની એને બરાબર ખબર છે.” જૈસને જવાબ આપ્યો. પછી તેણે કહ્યું, “હવે મોડું ન કરશો – ચાલતાં થાઓ. ધક્કા આગળ બે માણસે હોડી લઈને તમારી રાહ જોતા હશે. પણ થોભો !” પછી જેસને ગ્રીબા તરફ વળીને પૂછયું, “તારી પાસે થોડાઘણા પૈસા છે?”
હા,” ગ્રીબાએ ધીમેથી જવાબ આપ્યો.
તો એ માણસોને થોડા પૈસા આપજો. મેં તેમને સો કાઉન આપવાના કહ્યા છે. એ લોકોને સાવચેતીથી હોડી હંકારવા કહેજો! બસ, ત્યારે આવજો !”
“આવો !” બંનેએ એકીસાથે જેસનને જવાબ આપ્યો.
પછી ગ્રીબાએ ધીમેથી સન-લૉકસનો હાથ ખેંચતાં કહ્યું, “ચાલો !”
આવજો ! આવજો !” જેસને ફરીથી વિદાય આપતાં કહ્યું. આ જીવનમાં ચાહેલાં અને ધિક્કારેલાં બંને સ્વજનોને તે આખરી વિદાય આપતો હતો.