________________
ઉદય અને અસ્ત
હવે આપણા ઇતિહાસનાં ચાર વર્ષ આપણે વટાવી જઈએ છીએ. આ ચાર વર્ષો દરમ્યાન ગ્રીબા અને જેસનના જીવનમાં મોટી કટોકટી આવીને ઊભી રહી હતી.
તે રાતે ગ્રીબાના ભાઈઓ સ્ટિફન ઓરીને તેની મરણ-પથારીએ એકલા જેસન સાથે છોડીને ગ્રીબાને પોતાને ઘેર ખેંચી તો ગયા. પણ ગ્રીબા સમજી ગઈ હતી કે જેસન જરૂર સ્ટિફનની હત્યા કરી નાખશે. એટલે ઘેર આવ્યા પછી, કોઈને ખબરેય ન પડે તેમ, તે પાછી પોર્ટી-વૃર્તીના ઘોલકામાં જઈ પહોંચી.
તે શ્વાસભેર દોડતી ગાભરી ગાભરી આવી હતી, અને ઘોલકાનું બારણું ઉઘાડતાં જ તેને મરતા માણસની ઠંડે પેટે કરેલી કતલ જ જોવા મળશે એવી તેને ભારોભાર ખાતરી હતી. પણ તેને બદલે તેણે તો જેસનને સ્ટિફન ઓરીની પથારી સમક્ષ ઘૂંટણિયે પડી હૃદયાફાટ, ડૂસકાં ભરતાં જોયો. સ્ટિફન ઓરી આંખમાં પ્રેમભાવની ઝમક અને હોઠ ઉપર આશીર્વાદના બેલ સાથે તરતમાં જ મૃત્યુ પામ્યો હતો.
જેસન ગ્રીબાને જોતાં વેંત તરત જ તેને હાથ પકડી તેને પોતાના પિતાની મરણશય્યા પાસે લઈ ગયો. ત્યાં તેની પાસે તેણે સોગન લેવરાવ્યા કે, તેણે અહીં જે કંઈ જોયું-ભળ્યું હોય તે વિષે કશું કોઈને કદી કહેવું નહિ. ત્યાર બાદ તેણે ખરી હકીકત ઝીબાને સમજાવતાં કહ્યું કે, “સ્ટિફન ઓરી મારે બાપ જ હતો; તેણે જ
૧૩