________________
શકા
૨૪૫ તો ડબ્લિન તરફ ભરતી વખતે ઊપડવા જહાજ બંદરમાં તૈયાર ઊભું છે. તમારામાંનો જે ઘેર પાછો ફરવા માગતો હોય, તે દરેકને તેણે ખરચેલા પાંત્રીસ પાઉંડ હું ગણી આપવા તૈયાર છું; પછી તે ને હું આ ધંધામાંથી છૂટા!”
બધા ભાઈઓ જવાબમાં “હું” ને “હું” કરવા મંડી ગયા. છેવટે શરે જવાબ આપ્યો, “ તો શું અમે અહીં આવવામાં જે વખત બગાડ્યો તે ફોગટનો ગણવો એમ? જમીનો બધી મહિનાઓથી પડતર રહી, માણસના પગાર ચાલુ રહ્યા, એ બધા પેટે પાંચ-પચીસ કાંકરા ગણી લઈને અમે સંતોષ માનીએ?”
“તો તમારે નથી જોઈતા એમ માની લઉં ને?” જેકબે પૂછ્યું. “ નથી જોઈતા, વળી.”
“તે ખાલી ગણગણાટ અને કચવાટ કરવાનું રહેવા દો,” જેકબે ગર્જના કરી.
સ્ટીન બધા ભાઈઓને સંબોધીને હવે બોલ્યો, “અલ્યા ગ્રુપ મર, એના ભેજામાં હજુ કઈ તરકીબ રમે છે ખરી !”
બીજી સવારે માઇકે સન-લૉકસ લગભગ શૂનમૂન થઈ પિતાની ઑફિસમાં બેઠો હતો. ઓસ્કરને તે વારંવાર સંદેશા લઈને બહાર મોકલતો, પણ પાછું યાદ ન રહેવાથી તેને બૂમ પાડયા કરતો. જે કંઈ લખાણ તે કરતો, તે બે બે ત્રણ ત્રણ વાર ફરી ફરીને લખવા છતાં પૂરું થતું જ નહિ, વારંવાર તેના હાથની કલમ થોભી જતી અને તે શૂન્યપણે બારી બહાર કશું લેતો હોય કે કશ અવાજ સાંભળતો હોય તેમ તાકી રહેતો. - બપોર થવા આવ્યા, ત્યારે ફેરબ્રધર -ભાઈઓ તેને મળવા આવ્યા. માઈકેલ સન-લૉસે કશું બોલ્યા વિના માથું નમાવીને જ તેમને આવકાર આપ્યો.