SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ આત્મ-બલિદાન અમે લોકોએ આપને તરત જ ફરી મળવા આવવાની ધૃષ્ટતા કરી છે; કારણ કે અમે લોકો જમીન-જાગીરવાળા છીએ અને તેનું કામકાજ ભૂલવું હોય તોપણ ભૂલી શકાય નહીં. એટલે અમારે બધાએ – મારે એકલાને જમીન નથી એ જુદી વાત છે, અને તેનું કારણ પણ જુદું છે– પણ હવે અમારે બધાએ અમારી જમીનો સંભાળવા તરત પાછા પહોંચવું જોઈએ. અહીં આમ આવવામાં અમારી એક ફસલ તો બગડી જ છે; પણ આપણને જે કાંઈ કામ કરવા જેવું લાગે તે આપણે કરીએ એમાં કોઈ ઉપર આપણે ઉપકાર નથી કરતા. પછી ભલે આપણને નુકસાન જાય અને બદલામાં કશુંય ન મળે.” જૅકબે શરૂ કર્યું. માઇકેલે ડોકું હલાવીને જ જવાબ વાળ્યો. અમારી બહેન પહેલેથી જ એવી નગુણી છે; - જે તેનું કંઈ હિત વિચારે કે ભલું કરવા જાય, તેને જ તે સંતાપે. પણ અમારી જેમ તમારે પણ એના નગુણાપણાથી દુ:ખી થવાનું આવ્યું, એ જાણી અમે ખરેખર દિલગીર છીએ ” જેકબે ઉમેર્યું. એ બાબત એક શબ્દ પણ બોલવાની જરૂર નથી; તમારે શું કામ છે – તમારે શું જોઈએ છે, એ જ બોલી નાખે.” જોઈએ છે? આ તે કંઈ પૂછવાની રીત છે, ભલા?” જેકબ ઉપરથી દુઃખ બતાવતો હોય એમ બોલ્યો. જોકે, વાતને પોતે ધારેલા મુદ્દા ઉપર જ જલદી આવતી જોઈ, તેને આનંદ જ થયો હતો. “માણસ ભલે ગરીબ હોય; પણ ગરીબ માણસનેય લાગણીઓ હોય.” એશરે ભાઈને ટેકો આપ્યો. તમે ગરીબ હો કે તવંગર, મારે એ સાથે કશી નિસબત નથી; તમારે શું જોઈએ છે તે બોલી નાખે.” માઈકેલ સન-લૉકસ ત્રાડી ઊઠ્યો. “અમે તો એટલું જ કહેવા આવ્યા છીએ કે, અમે આ બધું ગુપ્ત જ રાખીશું.” જેકબે એ શબ્દ ઉપર ભાર મૂકીને કહ્યું.
SR No.006004
Book TitleAatmbalidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherVishva Sahitya Academy
Publication Year1998
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy