________________
૩૦
આત્મબલિદાન
64
બીજી કોણ વળી ? આપણી ઘર-કારભારણસ્તા. પાદરીએ
વિધવા થઈ છે – પરદેશી છે,
""
કરવા રહે છે.
..
જવાબ આપ્યો; “ બિચારી જુવાન વયે અને પેાતાના છેકરા સાથે અહીં કામ
"T
“ છેકરા સાથે રહે છે? ” એટલું પૂછી સન-લૉક્સ ચૂપ થઈ ગયા; અને ઘેાડી વાર બાદ માત્ર એટલું જ ગણગણ્યો; “ બાપડી, બિચારી ! ’
..
ગ્રીબા આ સવાલ-જવાબ સાંભળતી હતી. તે એકદમ તને સંભાળી લઈ અંદર ચાલી ગઈ; અને પછીથી કોઈ વખત આમ છતા ન થઈ જવાય તે માટે કાળજી રાખવાનું નક્કી કરીને રસેડા ભણી જ પુરાઈ રહેવા લાગી.
બે વર્ષ એ રીતે પસાર થઈ ગયાં. પણ હવે ગ્રીબાના બાળકપુત્ર ત્રણ વર્ષને થયો હતેા. તે ચાલતો થોડું અને બાલતો વધારે.
આખા ઘરમાં મરજીમાં આવે ત્યાં જતાં કોઈ તેને રોકી શકતું નહીં. એક વખત પેાતાના અંધારા અંધાપામાં એકલા બેઠેલા માઇકેલ સન-લૉક્સ તેને જડી ગયો; અને તે બે વચ્ચે મિત્રતા શરૂ થઈ.
સન-લૉસે પૂછ્યું – “બેટા તારું નામ શું? ”
“ માઇકેલ.” નાનકાએ જવાબ આપ્યો. પણ પછી તરત ઉમેર્યું, “તમારા છેાકલાનું નામ કેઉં છે?”
..
બેટા, મારે છેકરા નથી.'
46
“છેકલે! જ નથી ?'
C
“પણ જો હોત તે તેનુંય નામ હું માઇકેલ જ પાડત.”
નાનકો સન-લૉક્સના અંધ માં સામું થેાડી વાર જોઈ રહ્યો;
પછી કશેાક વિચાર આવતાં એ તરત એના ઢીંચણ ઉપર ચડી, એને ગળે વળગીને બાલ્યો, “હું તમાલા છેાકલા થઈછ.”