________________
૩૫૯
સાચી વફાદાર લાંબી રાત શરૂ થતી, તે પછીના મહિનાની ૨૧મી તારીખથી સૂર્ય તેની ઉત્તર તરફની મુસાફરી શરૂ કરે ત્યાં સુધી ચાલુ રહેતી. એ દરમ્યાન કદી સૂર્ય ક્ષિતિજ-રેખાની ઉપર આવે જ નહિ. દરમ્યાન બરફ જામવા માંડે, અને માઇકેલ સન-લૉકસ બેવડા અંધારામાં જકડાઈ જાય. એક અંધારું શિયાળાનું અને બીજું વધુ ગાઢ અંધારું તેના અંધાપાનું.
એ ગમગીન અવસ્થા દરમ્યાન એક વખત માઇકેલ સન-લૉકસ ગણગણ્યો કે, મારી પાસે ફિડલ જેવું કંઈ વાજિંત્ર હોય, તો આ બધા ભારે કલાકો કંઈક સરળતાથી પસાર કરી શકાય. ગ્રીબા તેના એ બોલ સાંભળી ગઈ. ગ્રીબાની પાસે પૈસાની સગવડ તે હતી જ, એટલે તેણે તરત પત્રવ્યવહાર શરૂ કર્યો અને એક દિવસ વસંત ઋતુ બેસે તે પહેલાં પાદરીને નામે કોઈ અજાણી વ્યક્તિએ ભેટ મોકલેલું દેવળ માટેનું “ર્ગન'વાનું આવી પહોંચ્યું.
કોઈ સંરક્ષક દેવદૂત આપણા મનની વાત જાણી લઈ, આપણને જોઈતી વસ્તુઓ પૂરી પાડે છે, ખરું ને?” માઈકેલ સનલૉક્સ રાજી થતો પાદરીને કહેવા લાગ્યો. ગ્રીબા એના ચહેરા ઉપરનો એ રાજીપ દેખીને અધ અધ થઈ ગઈ.
નવું વાજિત્ર દેવળમાં પહેલે દિવસે વગાડવાનું હતું ત્યારે લોકો દેવળમાં ખાસ ઉત્સાહથી ભેગા થયા. માઇકેલ સન-લૉસ ઑર્ગન વગાડવા લાગ્યો અને લોકો ગાવા માંડયા. ગ્રીબા પણ લોકો સાથે ગાવામાં ભળી, – પ્રથમ બહુ ધીમેથી, પણ પછીથી તે ઉત્સાહમાં આવી જઈ મોટેથી જ ગાવા લાગી. અચાનક વાજિત્ર વાગતું બંધ થયું અને ગ્રીબાએ જોયું કે માઈકેલ સન-લૉકસ નવાઈ પામી પોતાનો
અંધ ચહેરો તે ઊભી હતી તે તરફ કુતૂહલપૂર્વક વાળીને જોઈ રહ્યો છે.
એ જ દિવસે પાછળથી માઇકેલ સન-લૉસે પાદરીને પૂછયું, “દેવળમાં મોટેથી સારું ગાતી હતી એ બાઈ કોણ હતી?”