________________
માઈકેલ સન-લસનું પતન
કરધરભાઈએએ આઇસલૅન્ડમાં આવ્યા બાદ શરૂઆતમાં જયારે માઇકેલ સન-લૉકસના વૈભવ અને પ્રભાવ બાબત તપાસ આરંભી હતી, ત્યારે તેઓ ચીપસ્ટેડમાં આવેલ એક પીઠામાં વારંવાર જતા. ત્યાં જુદા જુદા દેશના ખલાસીઓ પીવા માટે ખાસ આવતા. તે વખતે માઇકેલ સન-લૉસનાં વખાણ સાંભળી તેમની છાતી ગજ ગજ ફૂલી જતી, અને તેઓ મોટેથી જાહેર કરતા કે, માઇકેલ સન-લૉકસ એક રીતે એમને મારું જ છે, – એમને ત્યાં જ નાનપણથી ઊછર્યો છે.
એક વખત જેકબ સાથે કંઈક બોલાચાલી થયા પછી થર્સ્ટન એ જ પીઠામાં એક્લો જઈ પહોંચ્યો હતો અને ખૂબ પીને મેં થયો હતો, ત્યારે જુદી જ ભાષા બોલનારા એક જણે તેની સાથે વાતચીત આરંભી હતી. એ મુલાકાતને અંતે થર્સ્ટનના મનમાં એટલે ખ્યાલ જરૂર ઊભો થયો કે, માઇકેલ સન-લૉસને ઉથલાવી નાખવા જહેમત કર્યા કરનાર પક્ષ પણ આઇસલેન્ડમાં છે, અને માઇકેલ સન-લૉસ જો પિતાને (થર્સ્ટનને) પૈસા વગેરેથી ઉચિત સંતોષ ન આપે, તો એ પક્ષને ઉપયોગ કરી, તેના ઉપર વેર તો લઈ શકાશે જ. " અને પોતાને તથા પોતાના બધા ભાઈઓને માઇકેલ સન-લોકસને ત્યાંથી જ્યારે ખાલી હાથે લગભગ હાંકી કાઢવામાં આવ્યા, ત્યારે
૨૫૬