________________
આદમ ફૅરબ્રધર
૩૧
છેક છ મહિના બાદ ડયૂ કની મુરાદ બર આવી : આદમ ફૅરબ્રધર મૅન ટાપુના ડેપ્યુટી-ગવર્નર બન્યો. પગાર વર્ષે પાંચસેા પાઉંડ.
ર
૧૭મી જૂનની સાંજે મૅન ટાપુના જૅમ્સે શહેરમાં મોટો ઉત્સવસમારંભ મચ્યો હતો. ‘ રૉયલ જ્યૉર્જ ’જહાજમાં ઇંગ્લૅન્ડનેા પાટવી કુંવર ‘ પ્રિન્સ ઑફ વેલ્સ ' ઍથાલના ડયૂક સાથે મૅન્ક્સ-ભૂમિ ઉપર પહેલવારકો પદાર્પણ કરતો હતો. અંધારું થતા પહેલાં તો જહાજ લંગર ઉપાડીને પાછું ચાલતું થયું, પણ શહેરમાં તો રાત પડી ત્યારે તે માટેના ઉત્સવ-સમારંભ માત્ર શરૂ જ થયા હતા.
આ બધી ધમાલ વચ્ચે એક અજાણ્યા વિચિત્ર માણસ શહેરમાં થઈને પસાર થવા લાગ્યા. તે કદાવર, ઊંચા, શણ જેવા વાળવાળા અને પગમાં જોડાવનાના હતા. તેને ચહેરો ફિક્કો પડી ગયા હતા અને તેનાં ડાચાં બેસી ગયાં હતાં. ફૂટડી છેાકરી પેાતાની વાતા બંધ કરી તેની પાછળ જોઈ રહેવા લાગી; પણ પેલા લાંબી લાંગા ભરત આગળ ધસ્યું તે હતા, અને લોકો બાજુએ ખસીને તેને મારગ
આપતા હતા.
પહેલાં તે ‘ૉડલ ’ વીશી તરફ ગયા, પણ અંદરથી આવતા અવાજો સાંભળી, ત્યાંથી આગળ ચાલ્યા. પછી તે ‘ પ્લાઉ ' નામની બીજી એક વીશી આગળ આવી પહોંચ્યા અને તેમાં દાખલ થયો.
એક કલાક બાદ, તલવારો તથા જહાજનાં લાઢાંથી સુસજજ થયેલા ચાર માણસા દાડતા બંદર તરફથી આવ્યા. તે નૌકાસૈન્યના માણસા હતા અને અંગ્રેજ જહાજમાંથી ભાગી છૂટેલા એક ખલાસીને પકડવા દોડી આવ્યા હતા. તેઓના જણાવ્યા મુજબ ‘ ભાગેડુ માણસ પરદેશી હતા અને રાક્ષસી કદને હતા; તે અંગ્રેજી કે બૅન્કસ ભાષાને એક શબ્દય બાલી શકતા ન હતા; તેને કોઈએ જોયા છે?'
..
હા; તે ‘પ્લાઉ’ વીશીમાં ગયા છે.”