SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ આત્મ-બલિદાન હાંકડુ તો જવાબ આપવાને બદલે વધુ જોરથી ઊંહકારા ભરવા લાગ્યો. પણ કેદીઓએ બધી વાત ગાઈને સંભળાવી દીધી. તરત જ એ હાંકેતુને આપવામાં આવેલી છૂટછાટો પાછી ખેંચી લેવામાં આવી; કારણકે તેણે સરકારી મિલકતને નુક્સાન પહોંચાડ્યું હતું. બીજી બાજુ જેસન જેવા તાકાતવાળા માણસને ઝાડુનું કામ સોંપવું એ અનુચિત લાગવાથી તેને ગરમ પાણીના ઝરાઓને કિનારે ગંધક ખોદવાનું કામ સોંપવામાં આવ્યું. આમ જેસનના કામકાજની બાબતમાં જે સારો ફેરફાર થયેલ ગણાય, તેને પરિણામે માઇકેલ સન-લૉકસની સ્થિતિમાં તો ઊલટો જ ફેરફાર થયો – જૈસનના ગળાનું કડું અને કપાળ ઉપરની દાંડી કાઢી નાખવામાં આવ્યાં, પણ માઇકેલ સન-લૉકસને હવે અસંતોષી ગણગણાટિયા તરીકે અને મકાનોની સફાઈ કરવાનું કામ સોંપવામાં આવ્યું, અને પેલું કડું અને દાંટડી તેને પહેરાવી દેવામાં આવ્યાં. પણ તેથી બીજી રીતે એક સારું પરિણામ એ આવ્યું કે, જૈસન અને માઈકેલા સન-લૉકસ બંને ભેગા થઈ શક્યા. વાત એમ બની કે, એક દિવસ માઇકેલ સન-લોકસને દક્ષિણ તરફની બરાકના રસ્તા ઉપર ઊંડો પથરાયેલો બરફ સાફ કરવા મોકલવામાં આવ્યો. હજુ જેસન વગેરે અંદરના કેદીઓ તે વખતે કામકાજે જવા બહાર નીકળ્યા ન હતા. માઇકેલ સન-લૉકસની તબિયત ભાગી પડી હતી અને તેનાથી જલદી કામ થઈ શકતું ન હતું. એક ગાર્ડ બંદૂકને ટેકે ઊભો ઊભો તેને એ કઠણ કામ જલદી કરવા એથીય વધુ કઠણ શબ્દો બોલીને ગોદાવતો હતો. પાવડો ખૂપાવવા માઇકેલ સન-લૉકસ જ્યારે નીચે નમતો ત્યારે અને પાછો ઊભો ટટાર થતો ત્યારે તેના ગળાના કડાના વાંકિયા ઉપર બાંધેલી ઘંટડી રણકતી હતી. જેસનની ગેંગ મકાનની બહાર નીકળી, ત્યારે તેણે માઇકલ સન-લૉકસના કપાળ ઉપર રણકતી ઘાંટડી સાંભળી. તેને તરત જ
SR No.006004
Book TitleAatmbalidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherVishva Sahitya Academy
Publication Year1998
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy