________________
સન-લૉસ ગેરકાયદે ફરી પરણ્યો છે, એમ કહેવા માંડયું. લોકોમાં સ્ટિફન પ્રત્યે ભારે નફરત ઊભી થવા લાગી.
સ્ટિફન ઓરીને માછલાં પકડવાને કામે રોજી આપનાર કેન વડે તરત જ બીજે દિવસે સ્ટિફનને પોતાની નોકરીમાંથી છૂટો કરી દીધો - એમ કહીને કે હમણાં ધંધામાં ભારે મંદી ચાલે છે એટલે ખર્ચમાં કરકસર કરવી પડે તેમ છે.
લિઝા સ્ટિફનને પડેલે મેંએ પાછો આવતો જોઈ રાજીરાજીના રેડ થઈ ગઈ.
બીજે દિવસે સ્ટિફન જાળ બનાવનારાને ત્યાં કામ શોધવા ગયો. તેણે એવો જવાબ આપ્યો કે, આ ટાપુના કામદારો પરદેશીઓ સાથે કામ કરવાની ના પાડે છે.
ત્રીજે દિવસે તે વીશીવાળા નેરી કો પાસે ગયો. તેણે સંભળાવ્યું, “મને તો ખાસ વાંધો નથી, પણ મારા ઘરાકો ભારે સુગાળવા છે – તમારો હાથ લાગેલા પ્યાલાને પણ તેઓ નહિ અડકે,” ઇ0, ઇ0.
છેવટે સ્ટિફન એક જમીનવાળા પાસે સાથે ખેડવા પાંચ એકર જમીન માગવા ગય; ત્યારે પેલાએ સાંથની ભારે રકમ માગી – અને તેય અગાઉથી. સ્ટિફન પાસે એટલી રોકડ હતી નહિ, એટલે એ પડેલે મેંએ પાછો આવ્યો. આજે પણ લિઝા તેને પડેલે માંએ પાછો આવતો જોઈ મનમાં ખૂબ મકલાવા લાગી.
લિઝાને હવે ખાતરી થતી ગઈ કે, થોડા જ દિવસમાં ભાઈસાહેબ હાથ ઉપાડવાના જ – અને પછી જોઈ લો મજા !
પણ સ્ટિફન લિઝાના મનની મુરાદ પામી ગયો હતો, એટલે તે એને બર આવવા દેતો જ ન હતો. લિઝા ભલે મને, પોતાને કે છોકરાને ભૂખે મારે; પણ એનું ધાર્યું તો ન જ થવા દેવું!
પરંતુ લિઝા સાથે રહેવું, અને તેનાં બધાં અપકૃત્યો અને અપશબ્દો સાંખતા રહેવું, એ હંમેશા પોતાનાથી બની શકે એવો તેને