________________
આત્મ-બલિદાન
તરત ઊઠીને તેની પાસે આવી. પછી તેનો ખભો પકડી, તેને ઢંઢોળતી કર્કશ સ્વરે તે પૂછવા લાગી, “કહું છું, એ રાશેલ રાંડ કોણ છે?" સ્ટિફન ચાંકી ઊઠયો, પણ કશો જવાબ આપ્યા વિના ચૂપ રહ્યો. તેમ પેલી વધુ ને વધુ આકળી થઈ પૂછવા લાગી, એ ડાકણ રાશેલ કોણ મૂઈ છે?”
“કહું છું,
સ્ટિફન આખે શરીરે કંપી ઊઠયો. તેણે તરત ઊભા લિઝાને જોરથી એક હડસેલો મારીને કહ્યું, “રાશેલ મારી કાયદેસરની પત્ની, સમજી ?”
૪૪
થઈ જઈ, પત્ની છે,
લિઝા ડરની મારી સ્ટિફનના માં સામું જોતી ચૂપ ઊભી રહી. પણ બીજે દિવસે તેણે પાદરી પાસે જઈને આ વાત કહી દીધી. તેના મનમાં એમ હતું કે, એક પત્ની હોવા છતાં લિઝા સાથે લગ્ન કરવા બદલ સ્ટિફનને ભારે સજા થશે. પણ પાદરીને પોતાને જ બે પત્નીઓ હતી. અલબત્ત, પહેલી તેને છોડીને ચાલી ગઈ હતી, અને છ વર્ષ સુધી તેના કંઈ સમાચાર ન મળતાં તેણે ફરી લગ્ન કર્યું હતું. તેણે લિઝાને કહ્યું, “સ્ટિફને ભલે કાયદાનો ભંગ કર્યો હોય, પણ તારી પાસે તેનો શો પુરાવા છે, વારુ?”
પાદરીના આવા ઢીલા શબ્દો સાંભળી, લિઝા ર સેના ન્યાયાધીશ પાસે પહોંચી. તે હતો કુંવારા; પણ છૂપી રીતે કેટલીય ઇક્બાજી ચલાવતો. તેણે જવાબ આપ્યો, ભલી બાઈ, લોકોનાં ઘરોમાં આવું બધું તો ઘણુંય ચાલતું હોય છે. તું ધારતી ન હોય તેવા ભલભલા આવું કરતા હોય છે. અને તેમાં ખોટુંય શું છે? હાં, જો તેણે તારા ઉપર હાથ ઉપાડયો હોત, કે તને મારી હોત, તો જુદી વાત હતી. ” લિઝાએ મન સાથે નક્કી કરી દીધું કે, ગમે તેમ પજવીને આ માણસ પોતાની ઉપર હાથ ઉપાડે તેમ કરવું, અને એ રીતે તેની ઉપર વેર તો લેવું જ.
લિઝાએ હવે પોતાનાં ઓળખીતાંઓમાં ફરવા માંડીને સ્ટિફન પોતાના દેશમાં જીવતી બૈરી મૂકીને અહીં આવ્યો છે અને મારી સાથે
66