________________
૪૩
સન-લૉસ બાળક હવે રડતું બંધ થઈ ગયું અને હાલની હૂંફ જાણે પહેલી વાર મળવાથી બાપના માં સામું જોતું જોતું હસવા લાગ્યું. સ્ટિફને પોતાનું વસ્ત્ર ઉતારી તેના ઉપર વીંટયું અને ચૂલાની હૂંફ વધુમાં વધુ પહોંચે તેવી જગાએ તેને ગોઠવી દીધું. પેલું બાપની એ બધી મમતા સમજતું હોય તેમ રાજી થતું થતું તેના સામું જ તાકી રહ્યું અને પછી ઊંઘી ગયું. સ્ટિફન સમજી ગયો કે, આ બાળકને જીવતું રાખવું હશે, તો પોતે જ તેના બાપનું અને માનું એમ બંને કામ સંભાળવાં પડશે.
તે વખતે એ બાળકના નિર્દોષ ઊંઘતા મોં સામું જોઈ રહેતાં તેને પોતે કરેલા ભયંકર ગુનાનો પહેલી વાર વિચાર આવ્યો – ભલી રાશેલને, પવિત્ર રાશેલને પોતાને ચાહતી રાશેલને જરા પણ ભાવ બતાવ્યા વિના – મા થવાની તૈયારીમાં હતી ત્યારે જ – જંગલીપણે ફેંટ મારીને પાછળ પડતી મૂકીને પોતે ચાલ્યો આવ્યો હતો. ના, ના, અહીં આવીને પાછો. પોતાની પત્ની રાશેલ જીવતી હોવા છતાં લિઝાને પરણ્યો હતો, એ કેવો મોટો ગુનો કહેવાય?
સ્ટિફનને બધું યાદ આવતાં એ પણ ડંખી આવ્યું કે ભલી રાશેલને તેણે કદી વહાલનો એક શબ્દ પણ સંભળાવ્યો ન હતો, છતાં તે છેવટ સુધી તેને ચાહતી જ રહી હતી. તેવીને તજીને, તેની અને પિતાની વચ્ચે આઠસો માઈલનો દરિયો નાખીને તે અહીં આવ્યો હતો; અને વધારામાં બીજું લગ્ન કરી, તેણે રાશેલ પાસે ફરી કદીય પાછા જવાનો માર્ગ સદંતર બંધ કરી દીધો હતો. લિઝાનાં નસકોરાં તે વખતે કંઈક જોરથી બોલવા લાગ્યાં. સ્ટિફનના કાનમાં એ છરીની પેઠે ભોંકાયાં. તેણે ઝટપટ પોતાના કાન ઉપર બંને પંજા દાબી દીધા, અને “રાશેલ”, “રાશેલ” “રાશેલ” એવા શબ્દો તેના મોંમાંથી નીકળી પડયા.
પણ નવાઈની વાત એ બની કે, લિઝા તે જ વખતે જાગી ઊઠી, અને સ્ટિફનને મેં એ રાશેલનું નામ સાંભળી, નવાઈ પામી,