________________
આત્મબલિદાન ભરોંસો પડતો ન હતો. એટલે તેણે ત્યાંથી ભાગી જવાનો. વિચાર કર્યો. પણ મૅન જેવા નાનકડા ટાપુમાં એ જ્યાં ભાગે, ત્યાં પેલી એનો પીછો કર્યા વિના ન રહે.
એવામાં એક ખેડૂતે પોતાની કળણ જમીનમાંનું પાણી ઉલેચી કાઢવાનું કામ તેને ધર્યું. એ એવી કાળી મજૂરીનું કામ હતું કે કોઈ ખ્રિસ્તી મરદ એ કામ કરવા કબૂલ ન થાય. પણ સ્ટિફન ઓરીએ એક મહિના સુધી કમરબૂડ પાણીમાં રહીને તથા રોટી અને ભૈડકું ખાઈને એ કામ કર્યા કર્યું. એ કામ પૂરું થતા સુધીમાં તેણે છત્રીસ શિલિંગ બચાવ્યા. એ પૈસા હાથમાં આવ્યા એટલે તરત તે પોતાના છોકરાને તેડી લઈ, રસે બંદરમાંથી ઊપડવા તૈયાર થયેલા એક આઈરિશ મુસાફર-જહાજના માલિક પાસે જઈ પહોંચ્યો. ' પેલો તેને આયરલૅન્ડ લઈ જવા તૈયાર હતો, પણ પહેલાં બેલિફ પાસેથી તેણે લાયસન્સ લઈ આવવું જોઈએ!
બેલિફે તેને લાયસન્સ આપવાની હા પાડી. પણ તે પોતાની સાથે પોતાની બૈરીને લઈ જતો હોય તો જ. “તું એકલો ચાલ્યો જાય તો પછી પાછળ તારી બૈરીનું ભરણપોષણ કોણ કરે, વારુ?”
નિરાશ થઈને સ્ટિફન ઘેર પાછો ફર્યો. તેની બધી કાળી મહેનત નકામી ગઈ હતી. ઘેર જઈ તેણે પૈસા છાપરાના છાજ નીચે છુપાવી દીધા – એ પૈસા દેખીને તેને પોતે સેવેલી બધી આશાઓ યાદ આવ્યા
કરતી.
' પણ હવે ધીમે ધીમે તેને એ વિચાર આવવા માંડ્યો કે, આ લિઝાડી તરફથી તેને જે દુ:ખ-અપમાન વેઠવાં પડે છે, તે તો પોતે ભલી રાશેલને આપેલા દુ:ખનો અને તેના કરેલા અપમાનનો ભગવાને આપેલો બદલો જ છે. અને રાશેલ તો અસહાય અબળા હતી, ત્યારે પોતે તો મરદ માણસ છે, એટલે પ્રમાણમાં તેને બહુ