SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સન-લૉસ ૪૭ હળવી સજા થઈ કહેવાય ! આ વિચાર આવતાં જ તેનું મન શાંત થઈ ગયું, અને તે લિઝાનાં અપમાન મૂંગે મોંએ સહન કરવા લાગ્યો. પછી તો એક રાતે એકાદ હોડી કિનારે તણાઈ આવેલી મળી આવતાં, એ હોડીમાં દિવસનો મોટો ભાગ તે માછલાં પકડવામાં ગુજારવા લાગ્યો. જોકે, આ બધી દીનતા અને હીનતા, તેના બાળક-પુત્રનું નિર્દોષ માં તેને જોવા ન મળતું હોત, તો તે લાંબે વખત સહન કરી શક્યો હોત એમ ન કહી શકાય. દરરોજ પોતાના વહાલા બાળક-પુત્રનો કઠણ રોટલો પોતાના ભૈડકામાં પલાળીને પોચો કરી આપ, અને તેને ખવરાવવો, પોતાના ભૈડકામાંથી દાણા વીણીને તેના મોંમાં મૂકવા, ઉનાળામાં તેને નવરાવવો, શિયાળામાં તેને પોતાનો જબ્બામાં ઢબૂરો – એ બધું કામ તેના જીવનનો મુખ્ય હેતુ અને આનંદ બની રહ્યું હતું. છોકરો ધીમે ધીમે ચાર વર્ષનો થયો. સ્ટિફન જ્યાં જાય ત્યાં તે સાથે જ જતો – કાંતો તેની પીઠે વળગીને કે તેના વિશાળ ખભા ઉપર સવાર થઈને. સ્ટિફને તેનું નામ માઇકલ પાડયું હતું, પણ તેના માથા ઉપરના સોનેરી વાળના ગુચ્છા જેમ જેમ જામતા ગયા, તેમ તેમ સ્ટિફન તેને સન-લોક્સ (સૂર્ય-કેશી) કહેવા લાગ્યો. અને ખરેખર પૉર્ટી-વૂલના એ ઘોલકામાં માઇકેલ સૂર્યની જ ગરજ સારતો – તે જાગે ત્યારે ઘરમાં સૂર્યોદય થતો, અને તે ઊંધે ત્યારે રાતનું અંધારું. સન-લૉસને સ્ટિફને પોતાની આઇસલૅન્ડની ભાષા જ બોલતાં શીખવી. અલબત્ત, પોતાને અંગ્રેજી બરાબર આવડતી નહોતી, એટલે તેણે તેમ કર્યું હતું; પણ લિઝાએ એમ જ માની લીધું કે તેની અને છોકરાની વચ્ચે ભાષાની આડ ઊભી કરવા જ સ્ટિફને તેમ કર્યું છે ! અલબત્ત, ભવિષ્યમાં એ ભાષા સન-લૉકસને કેવી કામ લાગવાની હતી, એ વાત તો કદાચ નસીબ-દેવતા જ જાણતો હશે.
SR No.006004
Book TitleAatmbalidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherVishva Sahitya Academy
Publication Year1998
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy