________________
આત્મ-બલિદાન નાનો સન-લોકસ સ્ટિફનને માટે આંખો અને કાનરૂપ, તેના ભાગી ગયેલા અંતરને માટે આશાની દિવ્ય અમૃત-વર્ષારૂપ, અને તેના જડ બની ગયેલા અંત:કરણની અનેકમુખી કેળવણીરૂપ જ બનતો ગયો.
છોકરાની આંખ સ્ટિફનની આંખ સાથે મળે કે તરત તેની આંખોમાંની શૂન્યતા ઓસરી જતી. એ છોકરા સાથે રમતી વખતે સ્ટિફનને જંગી પગ છેક ઢીલા અને ધીમાં બની જતા; અને એ છોકરો પ્રશ્નો પૂછે, જવાબો આપે, કે ડહાપણભરી કંઈ વાત કહે, ત્યારે સ્ટિફનની જડસુ બુદ્ધિ અચાનક ચમકી ઊઠતી.
પણ ધીમે ધીમે સ્ટિફનને વિચાર આવવા લાગ્યો કે, આવો અદૂભુત છોકરો પણ વધુ વખત લિઝા સાથે રહેશે અને તેનો બધી બાબતનો દુર્વ્યવહાર જોશે, તો કે ખિન્ન, ગમગીન, કે લુચ્ચો તથા કિન્નાખેર બની જશે? કંઈ નહિ તો છેવટે એ બદમાશ બાઈને વેઠી લેવા જેટલા જડ કે અંધ તો તેને બનવું જ પડશે. પોતાનો ભલો, ભોળો, નિર્દોષ સન-લોકસ એવી અધોગતિ પામશે, એ કલ્પના આવતાં જે સ્ટિફન આખે શરીરે ધ્રુજી ઊઠતો.
તો ભગવાન સન-લોકસને હમણાં જ પાછો લઈ લે તો કેવું સારું? – હૈ? પણ સન-લૉકસ વગર પોતે શી રીતે પછી જીવી શકે? ના, ના, ના, સન-લૉકસ ભલે જીવે. પણ તે મોટો થઈ બદમાશ થાય એમાં પણ એનું શું હિત સધાયું? તેના કરતાં તે મરી જાય તે શું પાર્ટ? ખરી વાત, ખરી વાત! નાનકડો સન-લોકસ કરવો ન ગો !
અને ભગવાન તેને પાછો લઈ લેતા નથી, તો પોતે જ તેને પાછો પોચી જેવો ન જોઈએ? અને એ ઇરાદાથી તેણે હવે સનલૉકસને ખભે લઈ, ઘણાં બધાં ઠેકાણે ફરી ફરીને કહેવા માંડ્યું કે, નાનકે સન-લોસ પોતાને ઘણો ઘણો વહાલો છે, પણ દક્ષિણ તરફનું કેઈ નિ:સંતાન માણસ તેને દત્તક લેવા માગે છે, એટલે પોતે સન-લૉફિસનું હિત વિચારી ત્યાં મૂકી આવવાનો છે, ઇ.