________________
સન-લોસ તેણે મન સાથે સન-લૉકસને એક દિવસ દરિયામાં દૂર લઈ જઈ ડુબાડી દેવાની યોજના વિચારી કાઢી; પણ એને અમલમાં મૂકવાની થતી, ત્યારે તેના પગ પાછા પડી જતા. પણ એક દિવસ તે બજારમાં માછલાં વેચવા ગયો હતો, ત્યારે તેણે લિઝાને પીઠામાં બેસી દારૂ પીતી જોઈ. તેને એકદમ તો નવાઈ લાગી કે, રાંડ પાસે પૈસા ક્યાંથી આવ્યા? – કારણકે, સ્ટિફનથી ડરીને તેના આશકોએ તેને હવે તજી દીધી હતી; અને પોતે તો તેને કદી રોકડ પૈસો આપતો નહીં. અચાનક તેને વિચાર આવ્યો કે, પોતે છાપરાના છાજ તળે છુપાવેલા પૈસા તો તેના હાથમાં નથી ગયા?
– એ વિચાર આવતાં જ તરત તે ઘર તરફ દોડ્યો, અને છાપરા નીચે જ્યાં પોતે પૈસા મૂક્યા હતા ત્યાં જોયું તો પૈસા ન મળે! હવે તેને એ નિશ્ચય ઉપર આવવું જ પડયું કે, સન-લૉસને દરિયામાં નાખી આવવાની યોજના ઝટપટ અમલમાં મૂકી દેવી જ જોઈએ. કારણકે, હવે લિઝા હાથથી જવાની અને ફાવે તેવો ઝઘડો માંડવાની.
સ્ટિફને તરત જ સન-લૉકસનું મોં બરાબર ધોયું; તેને છેલ્લી વારનાં સારાં કપડાં પહેરાવ્યાં, તેના વાળ સરસ રીતે આવ્યા, તેના. માથા ઉપર સુંદર ટોપી પહેરાવી, અને એમ છેવટના તેની મન ભરીને ઘણી ઘણી ઠાઠો કરી લીધી, જેથી તેની યાદ પોતાના અંતરમાં બરાબર જળવાઈ રહે! નાનકો સન-લૉકસ પિતાએ કરેલી માવજત આનંદથી કલબલાટ કરતો અને હસતો હસતો માણી રહ્યો.
પછી તેને ખભે પ્રેમથી બેસાડી, ભારે પગલે સ્ટિફન જ્યારે દરિયા તરફ લઈ ચાલે, ત્યારે સન-લૉકસ પૂછવા લાગ્યો, “ભા, આપણે ક્યાં જઈએ છીએ?”
હા, હા, જઈએ જ છીએ, બેટા સન-લૉક્સ, જઈએ જ છીએ.” આ૦ -૪