________________
ભાષામાં હવે તેની એક પણ નવલક્યા એક પણ આવૃત્તિમાં ઉપલબ્ધ નથી! એ ઉપરથી વાચન રસની બાબતમાં અત્યારનો જમાનો શું શું છાંડી બેઠો છે અથવા શાની પાછળ પડયો છે, એ સમજી શકાય છે.
છતાં ગુજરાતી ભાષામાં એ વિશ્વ-સાહિત્યની નવલકથાઓ હજુ પણ ઉતારવાનું સાહસ કરી શકાય છે, તેનો અર્થ એ છે કે, ગુજરાતી વાચક હજ પંડિત નેહરુની “જ્ઞાનની બારી”ની ચુંગલમાં પૂરેપૂરે ફસાઈ ગયો નથી. હજુ તેના અંતરના તારને છેડનારું કાંઈ પણ મળે, તે તે તેને ઝટ આવકારે છે. ગુજરાતના એ ગુમ તારોને જ આપણે જેટલા વફાદાર રહીશું, તેટલા સબળા અને સધ્ધર બની શકીશું. દ્વારિકાના મોહન શ્રીકૃષ્ણ પોરબંદરના મોહન ગાંધી, ચરોતરના સરદાર, તથા સૌરાષ્ટ્ર-કચ્છ-સુરત-ભરૂચ- અમદાવાદ-નડિયાદ-વડોદરાના સેંકડો નરરત્નોને યાદ કરીને ગુજરાત હજ ધન્ય થઈ શકે છે. તા. ૨-૧૦-૯૮
પુ• છેપહેલે