________________
૨૫૨
આત્મ-બલિદાન “માઇકેલ, તમે શું કરવા માગો છો? મને કહી દો! મારાથી આ બધું સહન નથી થતું.”
માઇકેલ સન-લૉસે કશો જવાબ ન આપ્યો.
એટલે ગ્રીબા અધીરી થઈને પગ પછાડતી બેલી, “તમારે મને કહેવું જ પડશે – હું હવે વધુ સહન કરી શકું તેમ નથી, તથા સહન કરવાની પણ નથી.”
છતાં માઈકેલ ચૂપચાપ ટેબલ આગળ બેસી કશુંક લખતા જ
રહ્યો.
ગ્રીબા હવે ગુસ્સો કે ડર છોડી, સ્વસ્થતાથી સમજાવવા ઉપર ચડી. “મેં જો તમને છેતર્યા હોય કે થોડુંઘણું તમારાથી છુપાવી રાખ્યું હેય, તેય તે તમારાં સુખ-શાંતિને આંચ ન આવે તે માટે જ. અને જો હું ખરેખર પેલાને ચાહતી હોઉં, તે પછી તમને પરણે શા માટે?” | પહેલી વાર હવે માઇકે માથું ઊંચું કરીને જવાબ આપ્યો, “તારા ઘમંડને પોષવા માટે, વળી; - તારું એ કારમું અભિમાન તું નાની હતી ત્યારથી તને વળગેલું છે. તું લંડન ગઈ હતી, ત્યારે એ કેટલું વધી ગયું હતું? મને લાગતું હતું કે વખત વીતવા સાથે અને માથે ટપલા પડવા સાથે એ બધું સરી જશે. પરંતુ તારું એ જૂનું ઘમંડ હજુ કાયમ જ છે, અને ફરી ફરીને મને નડયા જ કરે છે. મારે જ સમજી જવું જોઈતું હતું કે તારું એ છીછરાપણું તને કોઈ ખોટી દિશામાં જ દોરી જશે; – હું એ ન સમજયો, એ મારો જ વાંક કહેવાય.”
' હવે જો માઇકેલ સન-લૉકસ આ જ શબ્દો ગુસ્સામાં આવી જઈને કે આંસુના ઊભરા સાથે બાલ્ય હોત, તો તો ગ્રીબાએ સ્ત્રી તરીકેની પોતાની આંતરિક સૂઝ-સમજ પ્રમાણે માની લીધું હોત કે, હજ પોતાના પતિનો પોતાની ઉપર પ્રેમભાવ કાયમ તો છે જ. પરંતુ એને બદલે એ તો આ શબ્દો એટલી ટાઢાશ અને સ્વસ્થતાથી – એક