________________
શકા
૨૫૩ નિસાસો સરખો નાખ્યા વિના – બોલ્યો હતો કે, ગ્રીબાને સમજાઈ જતાં વાર ન લાગી કે, તેના પ્રત્યેનો એનો હાર્દિક સ્નેહ છેક જ ઓસરી ગયો છે.
ગ્રીબા તરત જ છંછેડાયેલી વાઘણની જેમ ઘૂરકી ઊઠી, “તો શું તમે એમ માનો છો કે, જેસન ગરીબ હતો તે માટે મેં તેને તજી દીધો ? અને અહીં તમારી પાસે હું દોડી આવી તે તમે તવંગર અને પ્રતિષ્ઠિત હતા તેથી, એમ? એ વાત સદંતર ખોટી છે – જટ્ટી છે. તમે પણ અંદરખાનેથી જાણો છો કે એ વાત જુદી છે.”
ઝીબા, હું તવંગર હરગિજ નથી; તારા છીછરાપણાને લીધે તેં એમ માની લીધું હશે કે હું તવંગર છું. પણ જેને તું છોડી આવી તે તો બિચારો મિત્ર-સગા વિનાનો એક ખલાસી છોકરો જ હતો; એટલે તેની સરખામણીમાં હું તને તવંગર લાગ્યો હોઈશ.”
હું કહું છું કે, એ વસ્તુ સદંતર ખોટી છે. મારા પતિના માથા ઉપર છાપરું પણ ન હોત, તોય હું તેમને પૂરા દિલથી ચાહત જ. અને તમે જ મને આવા બોલ શાળા સંભળાવો છો? તમે તો મને વધુ સારી રીતે – આંતરિક સંબંધથી ઓળખતા હોવા જોઈએ ! એવા તમે મને આવું કહેવાની હિંમત શી રીતે કરો છો?” એમ કહીને દુ:ખની – રોષની – પ્રેમની મારી તેણે પોતાનો હાથ ઊંચો કરી, માઇકલની છાતી ઉપર ઠોકી દીધો.
એ પ્રહારે આંસુભરી કાકલૂદી જે કામ ન કરી શકત તે કામ કર્યું – માઈકેલના અંતરમાં અવિશ્વાસને જે બરફ જામતો જતો હતો તે ઓગળવા લાગ્યો. પણ તે કંઈ જવાબ આપે તે પહેલાં ગ્રીના એકદમ તેની આગળ ઘૂંટણિયે પડી ગઈ અને કહેવા લાગી, “મને માફ કરો, મને માફ કરો; હું શું કરું છું તે જ હું જાણતી નથી, માઇકેલ. તમે જે કહ્યું તે તો ખેટું જ છે – ઘણું ક્રૂર છે. હું ભલે અભિમાની હોઈશ, ઘણી અભિમાની પણ હોઈશ; પરંતુ મને સૌથી