________________
૨૫૪
આત્મબલિદાન વધુ અભિમાન મારા પતિનું છે – તેમની સુજનતાનું – તેમની ભલમનસાઈનું. અને માઇકેલ, જેને હું પ્રાણપણે ચાહું છું, તેને માટે મને અભિમાન હોય છે. બાકી, મારા પતિ ગરીબ-કંગાળ-દરિદ્ર હોત, તોપણ હું જરા પણ ખચકાયા વિના – એટલા જ પ્રેમથી એમને પડખે ઊભી હોત.”
“ઝીબા, તને એ બાબતની ખાતરી છે?” “એ સાબિત કરવાની મને તક આપે.'
“ તને એ તક આવતી કાલે મળી જશે; કારણ કે, આવતી કાલે આપણે આ રાજભવન છોડી દઈએ છીએ.'
“એટલે?”
“એટલે એ જ કે, આવતી કાલે આપણી સ્થિતિ બદલાઈ જશે, માટે એ માટે તું તૈયાર થઈ રહેજે.”
“પણ તમે શું કહેવા માગો છો?” ગ્રીબા ત્રાસથી ફડકી ઊઠીને બોલી ઊઠી.
એ જ કે, તું પ્રેસિડન્ટને પરણી હતી, પણ હવે તારે માત્ર માણસ સાથે જ રહેવાનું છે.”
“એટલે શું તમે ગાદી-ત્યાગ કરવાના છો?”
હા.” “મને સજા કરવા માટે? મારી કસોટી કરવા માટે જ?”
“તું જો એમાંથી હેમખેમ પાર ઊતરીશ, તે મને સંતોષ થશે, અને હું ખરેખર સુખી થઈશ.”
એટલે કે, હું તમારા જીવનમાં તમારી બરબાદી કરવા માટે જ આવી, એમ? હું એમ નહીં થવા દઉં; હું અહીંથી ગુપચુપ ચાલી જઈશ – આઇસલેન્ડના પ્રેસિડન્ટને મારે કારણે કશી નામોશી કે બદગોઈ વહોરવી નહિ પડે.”