________________
૧૧૦
આત્મ-બલિદાન ભગવાનને યાદ કરવાની ખરી ઘડી છે,” કેન વેડ જુસ્સાપૂર્વક બોલી ઊડ્યો.
સ્ટિફન જરા અકળાઈને બોલ્યો, “પણ મારે મારા પાપ માફ નથી કરાવવાં; મને તે બદલ જે સજા થશે તે વેઠવા હું તૈયાર છું. તમે બધા દયા કરી મને ક્ષણ વાર આ ભાઈ સાથે એકલો મૂકો.”
ના, ના, આખી જિંદગી પાપને માર્ગે ચાલનારા તને અમે આ આખરી ઘડીએ જરાય વીલો મૂકવાના નથી.” કેન વેડ ધર્મઝનૂનથી બોલી ઊઠ્યો.
અરે, તમે લોકોમાં દયા જેવુંય કંઈ હોય છે કે નહિ?” સ્ટિફન કરગરી ઊઠયો.
તરત જ ગ્રીબા મક્કમ પગલે ઊઠી, અને બધાને તેણે એક પછી એક ઝૂંપડી બહાર કાઢયા.
પેલા બધા બૂમ પાડતા અને વિરોધ કરતા ત્યાંથી મહાપરાણે વિદાય થયા.
સ્ટિફને હવે પથારીમાં જરા ઊંચા થઈ પોતાનો કોટ મંગાવડાવ્યો.
ચૂલા આગળ સૂકવવા તેને પહોળો કર્યો હતો, ત્યાંથી જેસન તે કોટ ઉપાડી લાવ્યો.
સ્ટિફને તે કેટના છાતી આગળના અંદરના ખિસ્સામાં હાથ નાખી, તેમાંથી કશું કાઢવા તેને સૂચવ્યું.
જેસને તેમાંથી પૈસાની ભરેલી એક થેલી ખેંચી કાઢી. “એ તારી છે,” સ્ટિફન ઓરી બોલ્યો.
મારી?” જેસન બોલી ઊઠ્યો.
“મારા દીકરા માટે મેં એ પૈસા સંઘર્યા હતા, હવે તે તારી છે, બેટા. એટલા પૈસા ભેગા કરતાં મને ચૌદ વર્ષ વીત્યાં હતાં. કોઈ અજાણ્યા માટે એ બધું ભેગું કરું છું, એમ હું જાણતો ન હતો; પણ