________________
કાનૂત-પત તરત જ ગ્રીબાએ ઉમેર્યું, “ભાઈ ખરા; પણ એમની હત્યા કરવા જ એ આખી જિંદગી એમની પાછળ પડ્યો છે.”
“અમે એવું માનતા નથી; તે તો આ ખાણમાં તારા પતિનો સૌથી ઉત્તમ મિત્ર અને મદદગાર હતો.”
એ મારા પતિનો ખરાબમાં ખરાબ દુશ્મન છે.” ગ્રીબાએ ભારપૂર્વક જણાવ્યું.
પણ એ જ તારા પતિને ખભે ઊંચકીને ભાગ્યો છે.” કેપ્ટને સામી દલીલ કરી.
તે જો એમને ઊંચકીને નાઠો હશે, તો તો જરૂર એમને મારી નાખવા જ લઈને ભાગ્યો હશે. ભલા ભગવાન, આ શું થયું? એ જેસનને મારા પતિનો જાન લેવાનો પ્રયત્ન કરવા બદલ જ આ ખાણોમાં કેદની સજા કરવામાં આવી હતી – તમે આવ્યા તે પહેલાં. એટલે મારા પતિને અકસ્માત નડ્યો છે, એ વાત જ સાચી નીવડી હોત તો કેવું સારું થાત? તો હું એમની સેવાચાકરી કરી એમને સાજા કરત; પણ આ તો તે એમના દિલી દુશમનના હાથમાં જ પડ્યા. કેપ્ટન સાહેબ, ભગવાન તમારું ભલું કરશે; તમે જરૂર એમને પેલાના હાથમાંથી છોડાવો – પાછળ માણસો દોડાવો – ઉતાવળ કરો – મારા પતિનો જાન જોખમમાં છે – હાય, આ હું શું બોલું છું? મને માફ કરો કેપ્ટન સાહેબ; પણ મારું હૃદય કારમી આશંકાથી ફાટી જાય છે.”
તારું કહેવું બધું વિચિત્ર લાગે છે – અમે તો જેસનને તારા પતિનો પાક મદદનીશ અને સાગરીત જ માનતા હતા. પણ જે ખરું હોય તે – જેસનની પાછળ તો ગાર્ડો ક્યારના દોડી ગયા છે; અને એ અમારા હાથમાંથી કયાંય છટકી શકવાનો નથી. પણ તારી વાત તારે ગવર્નર-જનરલ સાહેબને કહી સંભળાવવી જોઈએ, માટે મારા બે ગાર્ડો સાથે તું અબઘડી શિંગ્લેલિર તરફ જવા તૈયાર થઈ જા. આર્થીિગની બેઠક ભરાવાની હોવાને કારણે તેઓ સાહેબ ત્યાં જ જઈ પહોંચ્યા હશે.”