________________
ફેબ્રધરભાઈએ
૨૨૧ એટલામાં અંગ્રેજ દાસી તેમને અંદર લઈ જવા પાછી આવી.
અંદર જઈ ઝીબાને જોતાં જ જેકબ બોલી ઊઢયો, “આહા, બહેન, તમે કહ્યા વગર દોડી આવ્યાં તેથી અમને કેટલી બધી ચિંતામાં નાખ્યા હતા? તમારા પ્રત્યેનો અમારો પ્રેમ જોતાં તમે ન જડે ત્યાં સુધી અમને સૌને ..
થોભે, થોભો, તમો સૌને મારા ઉપર કેવો ભાવ-પ્રેમ છે એ હું બરાબર જાણું છું. તમે અહીં શા માટે પધાર્યા છો, એ જ કહી દો, એટલે બસ.”
- “બહેન, એવું બોલવાની જરૂર નથી; અમે તો અમારા ભાવપ્રેમના નક્કર પુરાવારૂપે તમારા ભાગની જમીનના રોકડ પૈસા કરી, તે તમને આપવા અહીં કામધંધો છોડીને દોડી આવ્યા છીએ. તમારા ભાગના પૂરા છસો પાઉંડ, જુઓ, આ થેલીમાં ઠસોઠસ ભરેલા છે,” એમ કહી જેકબે થેલી ખખડાવી; અને આગળ ચલાવ્યું; “અમે અત્યાર સુધી તમારો ભાગ તમને ન આપ્યો તે એટલા જ માટે કે, તમને ભોળોને છેતરીને તમારી મિલકત પડાવી જવા ટાંપી રહેનારા ત્યાં ઘણા હતા.”
હા, હા, જૅસન જેવા સ્તો.” બીજા ભાઈઓએ સાથ પુરાવ્યો.
પણ હવે એ હરામખેર ઠેકાણે પડયો એ સારું થયું એ બદમાશ એ જ દાવનો હતો. તમારું પણ સારું ઠેકાણું પડી ગયું બહેન, તમે યોગ્ય માણસ સાથે જ લગ્ન કર્યું છે.” જેકબે ગ્રીબાને ઊંચી ચડાવતાં કહ્યું.
પરંતુ ગ્રીબા તો આ બધું સાંભળવા છતાં સ્થિર જ ઊભી રહી. પછી તેણે કડક અવાજે એટલું જ પૂછયું, “હું અહીં છું એ તમે શી રીતે જાણ્યું?”
* ઍશર બોલી ઊઠ્યો, “કાગળ, કાગળ, તારો કાગળ વાંચીને તો. તું ગઈ ત્યારે અમે બધા તો એમ જ સમજ્યા કે અમારા ઉપર