________________
બલિદાન
માણસજાતે આચરેલા, અપનાવેલા તથા ખીલવેલા સૌ ગુણેામાં મોટા કે મહત્ત્વના કોઈ ગુણ હોય તે તે સ્વાપણું અથવા આત્મ
બલિદાન છે.
બીજા ગુણા આચરવાથી કે ધારણ કરવાથી પેાતાની જાત ધન્ય બની જાય છે; તથા પોતાની ફરજ કે પેાતાનું કર્તવ્ય સમજીને તે ગુણા આચરાતા હોય છે. ઉપરાંત, એ ગુણ્ણા ન ખીલવવાથી પેાતાની જાતને ક્ષતિ પહોંચવાના કે પેાતાનું કંઈક અહિત થવાનો ખતરો હોય છે; ત્યારે આત્મ-બલિદાન એવા ગુણ છે કે જેને માટે કોઈ પ્રકારના બહારના કે બીજાના કોઈ તકાજો હોતા નથી : પેાતાની સ્વતંત્ર મરજીથી બીજાના હિત કે લાભ માટે તે આચરાય છે.
અહીં એ સવાલ ઊભા થાય ખરો કે, બીજા ગુણા ધારણ કરવાથી તા પાતાને સુખ-શાંતિ-ઉન્નતિ વગેરે હાંસલ થાય છે; પરંતુ બીજાને માટે આત્મ-બલિદાન આપવાથી શું હાંસલ થતું હશે, જેથી પેાતાની જાતનું – પેાતાના સર્વસ્વનું બલિદાન આપવા માણસ તૈયાર થાય ? આત્મ-બલિદાનથી સુષ્ટિના કે સરજનહારનેા – એવા તો કયા મોટા કે અંતિમ ઉદ્દેદ્ય સિદ્ધ થતા હશે, જેથી આત્મ-બલિદાન આપનાર પેાતાનું સર્વસ્વ ગુમાવીને પણ પેાતાની જાતને ધન્ય થયેલી માની શકે છે?
ઉપરાંત, આત્મ-બલિદાન કાને માટે આપવામાં આવ્યું હાય એની કસેાટીથી તેનું મૂલ્યાંકન કરી શકાય ખરું? તેમજ આત્મ-બલિદાન આપનાર પાત્રની કક્ષાના કે મહત્તાને પણ એ આત્મ-બલિદાનનું મૂલ્યાંકન કરતી વખતે ખ્યાલ રાખવા પડે ખરો ?
હરગિજ નહિ !
१३