________________
૧૦૦
આત્મ-બલિદાન તે બારણું ઉઘાડી પાછો આવ્યો ત્યારે ડેમી અને જેમીએ પણ સાળ ઉપર બેઠાં બેઠાં મદદ માટે પાડવામાં આવતી બૂમોનો અવાજ સાંભળ્યો. તેઓ તરત ઊઠીને બહાર આવ્યા, અને પછી એ વાતની ખાતરી થતાં, ત્રણે બુઢાઓ તરત લેંગૂમથકે ફેરબ્રધર્સ ભાઈઓને મદદ મોકલવાનું કહેવા અંધારામાં અથડાતા કુટાતા દોડયા.
-મથકે પણ બધાં ઊંઘતાં હતાં. છતાં થોડીક ઠોકાઠોક પછી બધાં જાગી ઊઠયાં; પછી તરત આસપાસના પડોશીઓને પણ સમાચાર પહોંચાડવા ઘંટ જોરથી વગાડવામાં આવ્યો.
ઍર, રૉસ અને સ્ટીન એ ત્રણ ફેરબ્રધર-ભાઈઓ કિનારે પહેલા પહોંચી ગયા. તે દરમ્યાન “પેવેરિલ'ના બધા ખલાસીઓ સહીસલામત વહાણમાંથી પ્રસરી પડી, પાણીમાં થઈ, થથરતા થથરતા કિનારે આવી પહોંચ્યા હતા. વહાણને એટલું બધું નુકસાન થયું હતું કે, તેની ઉપર વધુ રોકાવું તદ્દન જોખમભર્યું બની ગયું હતું. થોડી વારમાં કિનારા ઉપર સંખ્યાબંધ લોકો મદદે આવી પહોંચ્યા.
ફેબ્રધર-ભાઈઓને ઘેરથી ઝીબા, તથા ઘરનાં બધાં નોકરચાકર, કેન વેડ, બૅરી કો, ચેલ્સ એ-કીલી* વગેરે બધા જ.
ઍશર કૅરબ્રધરે ભીના થયેલા અને ટાઢે પૂજતા સૌ ખલાસીઓને પિતાને ઘેર લૉગૂ-મથકે આવવા નિમંત્રણ આપ્યું. સૌ રાજી થતા તેની પાછળ જવા લાગ્યા. પણ એટલામાં દરિયા ભણીથી કોઈની મદદ માટેની બૂમ આવતી સંભળાઈ. ગ્રીબાએ જ પહેલ વારકી એ બૂમ સાંભળી હતી.
કોઈ હજુ જહાજ ઉપર બાકી રહી ગયું લાગે છે, ” ગ્રીના બેલી ઊઠી.
“ના, અમે સૌ તો અહીં છીએ.” કમાને કહ્યું. * માઇકેલ સન-લૉકસને મિત્ર ભાર, જે એ રાતે કેન વેડને ત્યાં સૂઈ રહ્યો હતો.