________________
૩પ૦
આત્મ-બલિદાન ભલે, મારી નબળાઈ ગણવી હોય તો નબળાઈ ગણજે, બેવકૂફી કહેવી હોય તે બેવકૂફી કહેજે – પણ તું એક વખત મારી માને બાપ હતો! ભગવાન મારી મા ઉપર કરુણા લાવે અને તને માફ કરે. મારા ભાઈના જીવના બદલામાં પણ તારા લેહીમાં હું મારા હાથ રંગવા માગતા નથી. પણ ઉતાવળ કર, મારી આંખો આગળથી જલદી દૂર થા!”
- જોંગન જૉર્ગન્સન તરત જ પોતાના ઘોડાને એડી મારી, ત્યાંથી ભાગ થયો. તે ગમે તેવો દુષ્ટ માણસ હતો, પણ તેનું પાષાણ હૃદય પણ અત્યારે શરમથી ઘવાયા વિના ન રહ્યું.
સાચી વફાદાર
કસરને ભયંકર જ્વાળામુખી ફાટી નીકળવાને કારણે આખા આઇસલૅન્ડનું જીવન જૂનના અંતથી માંડીને બીજા વરસના જાન્યુઆરી સુધી અસ્તવ્યસ્ત થઈ ગયું. દક્ષિણના તથા દક્ષિણ-પૂર્વના પ્રદેશમાંથી ઘરબાર વગરનાં થયેલાં સેંકડો લોકો રેકજાવિક તરફ ભીડ કરતાં ધસી આવ્યાં હતાં; અને રાજધાનીની વસ્તી બે હજારથી વધીને વીસ હજાર થઈ ગઈ હતી. તેઓ બધાં ક્યાં કેવી રીતે રહેતાં હતાં અને શું ખાતાંપીતાં હતાં તે કોણ જાણે. દરિયા-કિનારો ખુલ્લો રહેતો ત્યાં સુધી તો એ બધાં લોકો માછલાં ઉપર ગમે તેમ કરીને જીવે. પણ ખાડીમાં બધે ઢીંચણપૂર બરફ છવાઈ જાય, ત્યારે તે માછલાંનાં હાડકાં અને લીલ-શેવાળ તથા દરિયા-કિનારે થતી વનસ્પતિ ઉપર જ તેમને ભૂખે મરવું પડે!