________________
એવી કશી મર્યાદાઓ હોતી નથી. દરેક પ્રસંગે કે દરેક વ્યક્તિદીઠ એના નિમિત્તમાં – એના અમલમાં – અગણિત વૈવિધ્ય હોઈ શકે. તેથી સીપુરુષ વચ્ચેના પ્રેમની નવલકથાઓ કે કાવ્યોનું વસ્તુ થોડા વખતમાં ખૂટી જાય છે, ત્યારે હૃદય-પલટાની કે આત્મ-બલિદાનની વાર્તાઓનું વસ્તુ અખૂટ હોય છે, તથા તેને નિરૂપવું અઘરું પણ હોય!
આત્મ-બલિદાનની આ અંગ્રેજી નવલકથા મને નામથી પણ પરિચિત નહતી. વાંચી તો નહોતી જ. પરંતુ ૨૦૩૦ વર્ષ પહેલાં
પરિવાર' સંસ્થાએ વિશ્વસાહિત્યની ઉત્તમ નવલકથાઓ બૃહત્ સંક્ષેપરૂપે ગુજરાતીમાં ઉતારવાનું શરૂ કરેલું, તે જોઈ મારા એક મુરબ્બી મિત્ર સ્વશ્રી વિજયશંકર ભટ્ટ સર થોમસ હની હૉલ કેઈનની “ધ બોન્ડમૅન’ નામની અંગ્રેજી નવલકથાની એક નકલ મને વાંચવા અને પછી ઠીક લાગે તે ગુજરાતીમાં ઉતારવા મોકલી આપી. તે પહેલાં મેં ડૂમા, હૃગે, ડિકન્સ, સ્કૉટ વગેરેની રાજદરબારનાં કરતુકે, પ્રેમશૌર્ય, ઉદાત્ત ભાવનાઓ – લાગણીઓ કે કામનાઓ નિરૂપતી અનેક નવલકથાઓ ગુજરાતીમાં ઉતારેલી; પરંતુ આ નવલકથા વાંચતાં જ મને લાગી આવ્યું કે આત્મ-બલિદાનની તથા હૃદય-પલટાની નવલકથાઓ જ સર્જનની દષ્ટિએ, પરિણામની દષ્ટિએ તથા રસ યા મનોરંજનની દૃષ્ટિએ પણ વધુ આવકારવા યોગ્ય છે. તેથી મેં બીજી નવલકથાઓનું હાથ ઉપરનું કામ પડતું મૂકીને આ નવલકથાનું કામ જ હાથ ઉપર લીધું અને તેને ખંતથી તથા પ્રેમથી પૂરું પણ કર્યું. જોકે શ્રી. વિજયશંકરભાઈના જીવતાજીવત હું તેમની પ્રિય નવલકથાનું આ રૂપાંતર તેમના હાથમ મૂકી ન શક્યો, તેને ખેદ હંમેશ માટે મારા મનમાં રહી જવાને છે.
દેહાંતદંડની કારમી સજા ઘણા ખૂનીઓ, હત્યારાઓ અને ગુંડાઓને થયે જાય છે. પરંતુ પોતે કોઈ ગુને કર્યો ન હોય તથા રાજસત્તાએ કે ન્યાયતંત્રે દેહાંતદંડની સજા ફરમાવી પણ ન હોય,