________________
*
-
છતાં પોતે માતના કારમા મુખમાં ધસી જવાનું સ્વીકારવું, એ ખરેખર એક અનેાખું – ન સમજાય તેવું કૃત્ય છે. પહેલાં ગામડાં ઉપર ધાડો પડતી, ત્યારે ગામના બચાવ અર્થે ધાડપાડુઓની સામે ધસી જઈ તેમના સામના કરવા જતાં શહીદ થનારા માટે ગામલેાક ગામને પાદરે તેમના પાળિયા ઊભા કરતા, – જેથી પછીની પેઢીઓ પણ તેમને યાદ રાખી શકે. આત્મ-બલિદાનની આવી કથાઓ કે નવલકથાઓ આજની તેમજ ભવિષ્યની પેઢી માટે અમર પાળિયાઓરૂપ છે. આવી નવલકથાઓનું સેવન જેટલું વધુ થાય તેટલું સારું.
-
આ નવલકથાનું વસ્તુ યુરોપની છેક ઉત્તર-પશ્ચિમે હિમ-વર્તુળને અડીને આવેલા આઇસલૅન્ડ નામના વેરાન – કઠોર ટાપુમાં (તેની આસપાસ આવેલા નાનકડા ટાપુ પણ તેમાં ગણી લેવાના) મંડાય છે. ઈશ્વર પણ તેને જાણે ભૂલી ગય હાય ઍવા એ ટાપુ આજુબાજુ બરફના મહાસાગરમાં નીકળી આવ્યો હોવા છતાં સળગતા – ભભૂકતા જવાળામુખીઓથી પણ ભરેલા છે. આખા ટાપુમાં કિનારા તરફના ચેાથા ભાગ જ કંઈકે વસવાલાયક છે. તેમ છતાં માણસ ને ત્યાં વસે છે; જેમ ધ્રુવ પ્રદેશ તરફના બરછાયા વેરાન પ્રદેશમાં પણ ઑસ્કીમે લેાકો વસે છે તેમ.
ટાપુના લાકો ભલા-ભાળા, કામગરા તથા નાદાન છે. ટાપુમાં કાયદા અને વ્યવસ્થા જાળવવા પોલીસ રાખવા પડતા નથી. રાજાને પ્રતિનિધિ થોડા સૈનિકોને આશરે બધું સંભાળી લે છે. પરંતુ તેવા ટાપુમાંય જુદા જુદા રાજાએ પેાતાની રાજસત્તા જમાવવા ઇચ્છે જ. એટલે ડેન્માર્કના રાજા અને ઇંગ્લૅન્ડના રાજા વારાફરતી ત્યાં પેાતાના અગ્રે જમાવે છે. તેવા એક રાજપલટાના અરસામાં આ નવલકથા મંડાય છે, અને પૂરી થાય છે. પણ તેનું બધું મુખ્ય કાર્ય તે રાજસત્તા કરતાં સામાન્ય લાકો દ્વારા જ થાય છે; અને છેવટનું આત્મ