________________
આત્મ-બલિદાન એકલાના હાથમાં આવી પડ્યો હતો. જેસનને ખાતરી થઈ ગઈ કે, ભગવાને જ તેને હાથે સજા પામવા અને તેના હાથમાં આમ સોંપી દીધો છે! આ દુષ્ટ મરતી વખતેય બીજીથી થયેલા પુત્રને યાદ કર્યા કરે છે. એ પુત્રે તેનું પોતાનું (જેસનનું) સ્થાન પડાવી લીધું હતું; અને એ પુત્રની માએ તેની પોતાની મા (રાશેલ)નું.
સ્ટિફન હવે ભારે લવરી કરવા લાગી ગયો હતો. તેને કશું જ ભાન રહ્યું ન હતું. જે સને નક્કી કર્યું કે, એ માણસ જ્યારે જરા ભાનમાં આવે ત્યારે પોતાની મા રાશેલનું નામ તેને સંભળાવીને તેનું વેર લેવું. અત્યારે બેહોશ અવસ્થામાં તેને મારી નાખવાથી માનું કશું વેર નહીં લઈ શકાય.
પણ આ સનેપાત શાંત પડશે ખરો? કદાચ એમાં ને એમાં જ તે ખતમ થઈ ગયો તો? એના કરતાં એ જીવતો છે તે જ વખતે તેને મારી નાખીએ તો સારું નહિ?
જેસને તરત બંને હાથે ઓશિકું પકડીને ઉપાડ્યું. પણ પાછો તેને વિચાર આવ્યો – ભગવાને જો આ માણસને સજા કરવા માટે પિતાની પાસે લાવીને મૂક્યો છે, તો ભગવાન છેવટે તેને જરૂર ભાનમાં લાવશે. તે વખતે પોતે માના નામથી અને પોતાનું સાચું ઓળખાણ આપીને તેને મારી નાખશે! એ બદમાશ માણસને તે વખતે જે ત્રાસ થાય, તે જ પોતાની માને એ માણસે જીવનભર આપેલા ત્રાસના યત્કિંચિત્ બદલારૂપ થશે.
જેસન આવા વિચારમાં અટવાતો ઊભો હતો તેવામાં અચાનક સ્ટિફન લવરી કરતો બૂમ પાડી ઊઠ્યો, “રાશેલ! રાશેલ! રાશેલ!” 'તેના બોલ જાણે તે કરગરતો હોય તેવા ભાવમાં નીકળ્યા હતા, અને
ત્યાર બાદ જે થોડાઘણા તૂટક શબ્દો આઇસલૅન્ડની ભાષામાં જેસનને સમજાયા, તે કરુણાજનક વિનંતિના તથા ક્ષમાયાચનાના હતા :
રાશેલ! રાશેલ! ... દયા .... ક્ષમા ... મને પાપીને .... રાશેલ! રાશેલ! ... દેવી!”