________________
કૅરબ્રધરભાઈએ
રર૩ જોકબે આવી તેનો ડગલો ખેંચી નિશાની કરી, એટલે તે હાથ પાછો ખેંચી લઈ બેલ્યો, “ના, દીકરી, ના.”
પછી ગ્રીબાએ થર્સ્ટનને પૈસા ધરવા માંડયા. તે તો એ પૈસા સામે નરી ભૂખાળવાની નજરે તાકી રહ્યો; પણ જેકબે એ દુ:ખભર્યો ખોંખારો ખાધો કે, થર્ટનને પણ બોલવું પડ્યું, “ના, ઝીબા, ના; તું શું એમ માને છે કે, ગરીબ માણસને પણ લાગણી ન હોય? તું આગ્રહ ન કરીશ, મને ખેટું લાગશે.”
આ બધાની ના છતાં ગ્રીબાએ તો બધા ભાઈઓને વારાફરતી પૈસા ધરી જોયા; પણ દરેક જણ પાસેથી એક જ જવાબ મળતાં, તેણે એ પૈસા કબાટમાં મૂકી દીધા, અને પછી ભાઈઓ તરફ ફરીને કડક અવાજે કહ્યું, “હવે તમે જઈ શકો છો.”
તમારા પતિ પાછા આવે તે પહેલાં જ? વાહ, ઝીબા, અમે તેમને મળીને જ જઈશું.” જેકબે કહ્યું.
ના, ના, તમારે એમની રાહ જોવાની જરૂર નથી; નહીં તો જે બધી વસ્તુઓ તમે ભૂલી ગયા છે, તે બધી, તમને જોઈને કદાચ તેમને યાદ આવશે.”
વાહ, તમારો પતિ શું અમારા બાપને ઘેર જ ઊછરેલ, એક રીતે અમારો ભાઈ જ નથી, શું?” જેકબે દલીલ કરવા માંડી.
“પણ તમે આપણા બિચારા બાપુને શું કર્યું હતું તે એ જાણે છે. તમે લોકોએ છેક જ લાગણીહીનતા ન બતાવી હોત, તો અત્યારે આપણા બાપુ દરિયામાં હોનારત થતાં અજાણ્યા કિનારા ઉપર રખડતા થઈ ગયા ન હોત.”
ઝીબા, ઝીબા, તમારે એમ માનવાની જરૂર નથી કે, તમારો પતિ પોતાની પત્નીના સગા ભાઈઓ પ્રત્યે કશે ગેરવર્તાવ દાખવશે.” જેકબે આગળ ચલાવ્યું.
. “પણ તેમની પત્ની પ્રત્યે પણ તમે શું શું આચર્યું હતું, તે એમને બરાબર યાદ છે.” ગ્રીબાએ જવાબ આપ્યો.