________________
૨૮
રંગથી અંકિત થતું જતું હોય છે કે, થોડા વખત બાદ તે ફરીથી સામું આવી મળે ત્યારે આ કોણ અજાયું આવ્યું એવો ભાવ હરગિજ પેદા થતો નથી. પરદેશી પાત્રોની વાર્તાઓમાં એ મુશ્કેલી વાચકને સામાન્ય રીતે પજવતી હોય છે જ. તેથી આ અનુવાદમાં શરૂઆતમાં જ વાર્તાનાં મુખ્ય પાત્રોને પરિચય કક્કાવારી પ્રમાણે ગોઠવીને મૂક્યો છે, જેથી વાર્તા વાંચતાં અજાણ્યા જેવું નામ તેની સામે આવે, તોપણ તેને વિષે ટૂંક માહિતી ઝટ મળી રહે.
આ નવલક્થા વાચકોના હાથમાં આવશે, ત્યારે કેટલાકને પ્રતિભાવ સારો હશે, તો કેટલાકને ખરાબ પણ હશે. ખરાબ નવલકથાઓ, ખરાબ સિનેમાનાં ચલચિત્રો, ખરાબ નાટકો અને હવે તો અબાલ-વૃદ્ધને વધુ ને વધુ પ્રિય થતું જતું ટી.વી. વગેરેના વધારે પડતા સંસર્ગથી વાચકોની સુરુચિ નાશ પામતી જાય છે. તેને ફરી જીવતી કરવી હોય તો વાચકને સારી નવલકથાઓ, સારાં ચલચિત્રો, સારાં નાટકો વગેરેના સંપર્કમાં મૂકવો જોઈએ. એવા જ કંઈક આશયથી પરિવાર સંસ્થા મારફત શ્રી. મગનભાઈ દેસાઈએ સારી નવલકથાઓને બીજી ભાષામાંથી ગુજરાતી વાચકને માફક આવે તે સ્વરૂપમાં – કદમાં પ્રકાશિત કરવાની પ્રવૃત્તિ આરંભાવી હતી.
પરિવર્તન તો કુદરતને કાયદો જ છે. પરંતુ હાલમાં નાચગાન-વાચન-ખાન-પાન ઇત્યાદિ બાબતોમાં થઈ રહેલું અંગ્રેજી-મુખી પરિવર્તન ક્યાં જઈને અટકશે, તથા ક્યાં લઈ જશે એ તો રવીન્દ્રનાથને “ભારત-ભાગ્ય-વિધાતા” જાણે. પરંતુ જેઓ આ પરિવર્તનનું કમનસીબ હાર્દ કે પરિણામ સમજે છે, તેમણે તો “સારી' ગણાતી વસ્તુઓ નફા-તેટાને ખ્યાલ રાખ્યા વિના સૌ સમક્ષ ધર્યા કરવાની ફરજ બજાવ્યે જ છૂટકો. તા. ૨૯-૧૧૯૨
ગોપાળદાસ જીવાભાઈ પટેલ