________________
આત્મબલિદાન સંભળાવવામાં આવ્યા. જ્યાં જેસન પડેલો હતો ત્યાં તે તરત દોડી ગયો અને તેની સમક્ષ ઘૂંટણિયે પડયો.
તેણે તેના બહેરા બની ગયેલા કાનમાં કહ્યું, “મારા બહાદુર બેટા ! તારા જીવનનું તોફાન હવે હંમેશને માટે શમ્યું છે, અને તારા તોફાની આત્મા હવે આરામ પામ્યો છે. ઊંયે જા, દીકરા! શાંતિમાં પોઢી જા! ઈશ્વર તને ભૂલવાના નથી.”
પછી તે પાછો ઊભો થઈ, આસપાસ ઊભેલાઓની સામે નજર કરીને ઘેરે અવાજે બોલ્યો, “કોઈ જો એમ માનતું હોય કે, આ જગતમાં ન્યાય નથી, તે અહીં આવે અને નજરે જુએ – અહીં એક બાજુ આઇસલૅન્ડનો ગવર્નર-જનરલ કહેવાતો માણસ ઊભે છે, અને બીજી બાજુ આખી દુનિયામાં તેને એકમાત્ર સગો અને સંબંધી સૂતો છે. એક જીવે છે – બીજો મરી ગયો છે. એક સત્તા અને સમૃદ્ધિમાં માતેલો જીવે છે, અને બીજો પાછળ પડીને મારી નખાયેલા વરુની જેમ અહીં પડયો છે. પણ તમે એ બેમાંથી કોણ થવાનું પસંદ કરશો? – આખી દુનિયા જેને ચરણે પડેલી છે એ માણસ બનવાનું?– કે જે આખી દુનિયાને ચરણે પડેલો છે, એ માણસ બનવાનું?”
જૉર્ગન જૉર્ગન્સને માથું નીચું નમાવી દીધું.
આદમ ફેરબ્રધરે પોતાના ચાબખા તેની પીઠ ઉપર ચમચમાવવાના ચાલુ રાખ્યા –
જા, ભલા માણસ, સત્તાને તારે સ્થાને જઈ હવે નિરાંતે બેસી જા – તારું પદ છીનવી લે એવું કે આ દુનિયામાં હવે બાકી રહ્યું નથી. પણ એટલું યાદ રાખજે કે, તું શેરીઓના કાદવની પેઠે નર્યા સોનાના ગમે તેટલા ઢગ ભેગા કરીશ, તું બધાં જીવતાં માણસ ઉપર ગમે તેવી મોટી સત્તા અને હકૂમત પ્રાપ્ત કરીશ, તેમ છતાં તારું જીવન હવે એક શાપરૂપ – ઠપકારૂપ – શરમરૂપ બની રહેવાનું છે !