________________
૩૯૯
જીવન દઈને જીવન કમાવાય! તે જ ઘડીએ સૂ વાદળની કિનારોને ચકચકિત બનાવી દીધી અને જેસનના મોં ઉપર ઉજજવળ પ્રકાશ છવાઈ રહ્યો.
સૈનિકોએ ગોળીઓ ચલાવી, અને ઘવાયેલો જૈસન તરત જ નીચે તૂટી પડયો. તેણે ખુલ્લી છાતીએ હૃદય ઉપર જ સૈનિકોની ગોળીઓ ઝીલી હતી –
કોઈ પણ માણસની છાતીમાં સારા માટે કે નરસા માટે એવું મોટું હૃદય નહિ ધબક્યું હોય.
એક કલાક બાદ તો ત્યાં મોટું ધાંધળ મચી રહ્યું. જૉર્ગન જૉર્ગન્સન ત્યાં પૂરપાટ દોડી આવ્યો હતો, પણ તે મોડો પડયો હતો.
એક નજર નાખતાં વેંત તે બધું સમજી ગયો : તેના હુકમને અમલ થયો હતો, પણ સન-લૉકસ ભાગી છૂટયો હતો અને જેસન તેની જગાએ ઠાર થયો હતો.
તેના બંને દુશ્મનો તેને હાથતાળી આપીને તેના હાથમાંથી છટકી ગયા હતા.
તે વિમૂઢ થઈને ત્રાડી ઊઠ્યો : “આને શો અર્થ?”
પેલો બુઢો પાદરી એક ક્ષણમાં નમાલું ઘેટું મટીને વિકરાળ વરુ બની ગયો. જેસનના સ્વાર્પણથી તેને પોતાની પામરતા ઉપર તિરસ્કાર આવી ગયો હતો. તે બોલી ઊઠ્યો –
“એનો અર્થ એ છે કે, હું એક કંગાળ કાયર છું અને તું એક શાપિત જાલીમ છે.”
બંને જણ એકબીજા સામે તાકીને જોઈ રહ્યા, એવામાં જ બંદર ઉપરથી તેપને કારમો ગડગડાટ સંભળાયો – બ્રિટિશ યુદ્ધજહાજ આવી પહોંચ્યું હતું.
ડેનિશ યુદ્ધ-જહાજે તરત શરણાગતી સ્વીકારી લીધી. આદમ ફેરબ્રધર હવે કિનારે ઊતર્યો. તેને બધા સમાચાર