________________
બુઢા આદમ કૅરબ્રધરની દાસ્તા
આદિમ ફેરબ્રધરવાળું જહાજ આઇસલૅન્ડના પશ્ચિમ કિનારા તરફ પહોંચવા માટે ૬૪ અક્ષાંશમાં પહોંચ્યું હતું. પરંતુ ઉત્તર-પશ્ચિમનું ભારે તોફાન નડતાં તે દૂર ૬૬ અક્ષાંશ તરફ ધકેલાઈ ગયું. દરિયો તે સુકાન ઉપરના તૂતક સુધી ઊછળતો હતો; પણ હવે તેને બરફનાં અસાધારણ મોટાં ગચિયાંનો પણ સામનો કરવાનો થયો. પછી પાછા પવન અચાનક શાંત પડી ગયો અને ગાઢ ધુમ્મસ જહાજને ઘેરાઈ વળ્યું. ધુમ્મસ એટલું બધું ગાઢું હતું કે, છેક કૂવાથંભ ઉપરથી પણ એકાદ એકર જેટલું આગળપાછળનો દરિયો નજરે પડી શકે નહિ.
એવામાં ગ્રીનલેન્ડના દૂરના કિનારાઓ ઉપરથી છૂટું પડેલું બરફનું ૨૦૦ માઈલ ઊંડું એક ગચિયું આઇસલૅન્ડના કિનારાઓ તરફ ધસતું ધસતું ઘેર અવાજ કરતું પાસે આવવા લાગ્યું. હવે આ લોકોને કિનારાના ખડકો અને બરફના એ પહાડ વચ્ચે છુંદાઈને ચપ્પટ થઈ ગયા સિવાય બીજો આરો જ ન રહ્યો. કારણકે, પવન પડી ગયેલો હોઈ, સઢ તો કામ જ કરતા ન હતા.
જહાજ ઉપરના સૌ, મિનિટે મિનિટે નજીક આવી રહેલા મોત માટે તૈયારી કરતા ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા. એટલામાં વળી ઠારી નાખનારો સખત પવન શરૂ થયો. એને લીધે ભીંજાઈ ગયેલા સઢ પણ કરીને લાકડાના પાટિયા જેવા થઈ ગયા અને દોરડાં પણ લોઢા જેવાં કઠણ થઈ ગયાં. એ પવનના તોફાનમાં તેઓ કોઈ અજાણી
૨૬૯