________________
આત્મ-બલિદાન
કામ કરતાં કરતાં જેસન પેાતાના પાવડાનો ટૂંકો લઈ જરા આરામ કરતો હતો ત્યારે તેણે ભમ્મર લૂછતાં લૂછતાં ગાર્ડને પૂછ્યું, “એ માણસનું નામ શું હતું?”
“એ-૨૫.”
“એ તો એનો નંબર કહ્યો; નામ નહીં.
66
તારે એના નામને વળી શું કરવું છે?” ગાર્ડે તડૂકયો.
વ
57
એક અઠવાડિયું પસાર થઈ ગયું છતાં જૅસનથી સન-લૉક્સનું
માં ભુલ્યું ભુલાયું નહિ. કોઈ કોઈ વાર તો એને એ માં યાદ આવતાં રડવું આવી જતું. તે પોતાની જાતને એ બદલ ધુત્કાર્યા કરો; પરંતુ તેથી એની યાદ ભૂંસી શકતો નહિ.
હવે કોણ જાણે શાથી, પણ તેણે પેાતાની સુસ્તી અને લાપરવાઈ ખંખેરી નાખી હતી; તે ચેાગરદમ નજર નાખ્યા કરતો. પણ એક અઠવાડિયું, બે અઠવાડિયાં, ત્રણ અઠવાડિયાં પસાર થઈ ગયાં, છતાં તે ફરીથી પેલાનું માં જોઈ શકર્યો નહિ, તેના સાર્થીઓ તેની મશ્કરી કરવા લાગ્યા : પેલા પુરુષના વેશમાં સ્ત્રી તો નથી? તું એના પ્રેમમાં પડયો છે કે શું? ઇ
એક મહિનો પસાર થઈ ગયો. જે સાંકળ આ બે પાત્રોને ભેગા ગાંઠતી જતી હતી, તે હવે અચાનક સક્કસ થવા લાગી. એક સવારે કૅપ્ટનની ઑફિસમાંથી હુકમ આવ્યો કે, કેદીઓની પરાળની પથારી બહાર કાઢી સળગાવી મૂકવી. એ પથારી બહુ જૂની ન હતી, પણ ભીની થઈ જઈને ઉબાટભરી થઈ ગઈ હતી. કેદીઓનું કહેવું એમ હતું કે, પથારીઓનો વાંક ન હતો, પણ એ જગાનો, એ બરાકાનાં છાપરાંનો અને લાકડાની ભીંતોનો વાંક હતો; તથા તેમને નવી પથારીઓ આપ્યા વિના જૂની તો તેમને ખેતરમાં જમીન ઉપર પડી રહેનારાં જાનવર જેવા જ બતાવી મૂકવા જેવું હતું ઇ.
પથારીઓ લઈ લેવી, એ