________________
( ૨૪ )
""
કેવી કેવી સગવડતાની જરૂર છે તે પુરી પાડવા તથા તેઓને થતા દુઃખનુ ભાન કરાવી તેઓ તરફ તિરસ્કારની દ્રષ્ટિથી નહીં જોતાં દયાની લાગણીથી જોવાની ભલામણ કરવા રૂપ મોટા વિસ્તારવાળા લેખ ( નિબધ ) લખી આ વખતે ભાઈ પુરૂષાત્તમે મુંબઇમાં પ્રસિદ્ધીને પ્રાપ્ત થએલા “મુંબઇ સમાચાર નામના જન જાહેર છાપામાં છપાવેલ હતા, અને આવા પાતા ઉપર ગુજરેલા દુઃખદ પ્રસગના અનુભવ ઉપરથી ગરીખે બિચારાં ઉપર શું હવાલ થતાં હશે, તે વિચારી તેએ અર્થે એક માત્ર દયાની લાગણીથી એક મોટુ ફંડ ઉભુ કરી તે વડે ચેાગ્ય ઉપહારા-સામગ્રી આ વર્ગને પુરી પાડવામાં આવતી હતી, પુરૂષોત્તમ ભાઈની આ ઉપકારક વૃત્તિ દુઃખી મનુષ્યોને જંગલમાં માંગલમય શાંતી કરાવતી હતી, એટલુંજ નહીં પણ આવા પરોપકાર દર્શક અને દુઃખ નિવારણુ લેખની અસરથી સંભવીત ગૃહસ્થા તરફથી મેટા પાયા ઉપર એક ફંડ ઉભું કરવામાં આવ્યું હતું. જેના લાભદરદથી પીડાતા દરદીને અને નિરાધારાને અનાજથી પુરવામાં આવતા હતા.
એ રીતના અમુક સમય નિમન કરતાં છેવટ વૈશાક માસના ગર્ભકાળમાં ભાવનગરમાં પ્લેગની શાંતી થવાથી ત્યાં આવ્યા અને વિજય મેળવેલા પધા ઉપર ફરીથી ધ્યાન આપી કામ શરૂ કર્યું. આ સમયે છાપખાનું દાણાપીઠમાં હતું. ત્યાંથી ખસેડી દરબારની ડેલી સામે બદાણીના મકાનમાં લાવવામાં આવ્યું હતું, સારા મારષ્યે ધંધામાં જેમ જેમ દિવસો જતા ગયા; તેમ તેમ વિશેષ લાભ પ્રાપ્ત થતા ચાલ્યું, વેઠેલી દુઃખદ થિતીના સમયમાં અસાધારણ રીતે વ્યવસ્થા થએલી લક્ષ્મીને સંગ્રહ કરવાનેા આ સમય હાલ પ્રાપ્ત થએલા હાઈને ભાઈ પુરૂષોત્તમમાં નવું જીવન આવ્યું, પાછલા કાલનું કાંઇક અંશે વિસ્મરણ થયું અને ઇશ્વરની અત્યારે સાનુકુલતા છે એવાં ચિન્હો વ્યાપારમાં જોવામાં આવ્યાં એટલુજ નહીં પણ સંવત ૧૯૫૮ ના શ્રાવણ માસના ઉત્તર પક્ષના પ્રથમ દિવસેજ પુત્ર પ્રાપ્તીને અવિચ્છિન્ન લાભ મેળવવા ભાગ્યશાળી થયા હતા. આ રીતને ઉગ્ર વ્યવહાર લગભગ વર્ષોં દિવસને પહોંચવા જાય છે એટલામાં વળી સંવત ૧૯૫૯ના ચૈત્ર માસની પ્રથમ રામનવમી નામના જગન્માન્ય અને જગવદ્ય તેહેવારના મગળમય પ્રભાતે શ્રી ભાવનગર શહેરે લંકાપુરીનુ ભગ્ય સ્વરૂપ ધારણ કર્યું,લકાને જે વખતે હનુમાનજીએ અગ્નિથી પ્રદીપ્ત કરી તે સમયના દેખાવનુ સ્વરૂપ અત્યારે ભાવનગરે ધારણ કર્યું, અગ્નિની પ્રચડ શિખા અને તજજન્ય ઉપ શિખાએ સર્વત્ર મસરી રહી હતી, ચતુર્દેિશે અગ્નિમય કેમ જાણે સૃષ્ટિના પ્રલય અર્થે જ આ અગ્નિએ સ્વરૂપ ધર્યું* હાય! એવી રીતે ક્ષણ માત્રમાં ચારે તરફ મેદ્રા વેગથી ફરી વળ્યે, આ પ્રખર અગ્નિ ચક્રમાં ભાઇશ્રી પુરૂષોત્તમની વિજય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com