________________
શ
છે.
( ૧૨ ) વ્યવહારમાં અચાનક વ્યાઘાત એ તે જોશભેર થાય છે કે જાણે હમણાંજ આ સઘળી પ્રકીયા બનતી કેમ ન હોય ? એવું ભાન થાય છે.
પ્લેગ, કોલેરા વિગેરે દર્દો ચેપી છે, અને તેનાં જંતુઓ દરેક માણસને મરણ શરણ કરે છે. એવા વિચારે દરેક મનુષ્યના સમજવામાં આવી ગયેલા હોવાથી પ્લેગ કોલેરાએ ગ્રસિત થએલાં મનુષ્ય પાસે બનતાં સુધી કોઇ જતા નથી, કોઈ સ્પર્શ કરતું નથી અને તેની સારવારમાં ઉતારવાનું પસંદ કરતું નથી. પરંતુ જ્યાં સંબંધ હોય ત્યાં શું કરે લાચાર, અવસ્ય ભવિભાવનાના નિશ્ચય ઉપર આવી સેવાનો સ્વિકાર કરવો પડે છે. આ વસ્તુ ઓપચારિક મનુષ્ય જે કોઈ સગા સંબંધી અને મૈથ્ય વર્ગ હતું, તેના પણ બે વિભાગ થયા. કારણ, અમુકભાગ ભાઈ પુરૂષોત્તમ અને અમુક ભાગ બાઈ વખતની પરિચયમાં ગુથાએલે હતે. તેપણ ભાઈ પુરૂષોત્તમ તો પુરૂષ વર્ગના બલવાન હદય, કઠણ છાતીના અને હીમ્મતવાન હોવાથી પોતે હવે સારી સ્થીતીમાં જ છે. માટે જે કોઈ આવે તેને પિતાના પ્રિય પિનની સારવાર કરવા જવા કહેતા અને પોતાની સારવારમાં એક માત્ર તેઓમાં સૌથી નહાની બેન હરકુંવર કરીને જે છ વરસની ઉમરની હતી તેને રાખી તેનાથી કામ લેતા હતા. એક તે ચેપી રોગ, તેમાં વળી માણસની હિમ્મત સ્પર્શ કરવા ન થાય અને તેથી વધારે તે વળી દર્દી પાસે બીજા માણસને જવા ડેકરની મનાહ, એટલે જે કાંઈ કાર્ય થાય તે સઘળું દૂરથી થઈ શકે, વાત પણ દૂરથી, વ્યવહાર સઘળો દૂર દૂર અને દૂર. આ પણ જીંદગીમાં એક સ્મરણિય નોંધ લેવા જે સમય ભાઈ પુરૂષોત્તમ ઉપર ફરી વળ્યું છે.
નાની છડી, અજ્ઞાન છેડી, સ્નેહપૂર્ણ શિશુ ભગિની સેવા અને તેનું અજ્ઞાની હૃદય, લોકો ના કહેતા હતા છતાં ભાઈ કેમ છે, એમ કરી સ્પર્શ કરી જતી હતી, પરંતુ ઈશ્વર અનુકુલ છે, તેને વિષપાન પણ અમૃત રસમાં બદલાઈ જાય છે, જ્યારે સઘળું પ્રતિકુળ હોય છે ત્યારે અનુકુળતા પણ પ્રતિકુળ સ્વરૂપ ધારણ કરે છે જુઓ કે એકતે આવું દર્દ આવી સ્થીતીમાં તેમાં વળી રહેવાનું સ્થાન એક ફકત સાડા ચાર ફુટની લાંબી પહોળી અંધારી ઓરી, બારી નહીં, જાળી નહીં અને હવા અજવાળાની કઈ પણ જાતની સગવડતા વગરની ભેજવાળી દુર્ગધયુકત, અને જંતુઓના સંગ્રહ સ્થાન રૂપ આ એરી ભાઈ પુરૂષો તમના શયન ગૃહનું પ્રીતિપાત્ર રથાન બની હતી. પથારી દઈને ગ્વજ ફાટેલાં તુટેલાં જરી પુરાણ ગાદલાં ગંદડાં અને પર્યક પણ તેવી જ સ્થિતિને. કારણ પાછાં તે નીરૂપયેગી થાય અને કામ ન આવે માટે સારી શોભિત અને મૃદુ પથારી આપવામાં આવી નહોતી, કુસુમ શયાના સુમારને ભૂમિ શયન પણ મલવાને એક સમય આવે છે, તેનું આ એક ઉજજવલ દષ્ટાંત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com